SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપો અને નવધા પુણ્ય ૩૪૫ સામાન્ય રીતે તે દરેક પુણ્ય, સર્વ પાપોનું નાશક છે, છતાં અપેક્ષાએ કર્યું પુણ્ય, કયા કયા પાપની શુદ્ધિ અને નાશ કરવામાં સમર્થ બને છે? તેને ટૂંક ખ્યાલ આપવા માટે અહીં ૯ પુણ્ય અને ૧૮ પાપની ઘટના કરી છે. ઉપરોક્ત નવે પ્રકારના પુણ્યમાં જેમ પાપની શુદ્ધિ અને પાપનો નાશ કરવાની તાકાત રહેલી છે, તેમ નવપદ સાથે ગાઢ સંબંધ કરાવી આપવાની તાકાત પણ રહેલી છે. પુણ્યની અચિંત્ય શક્તિના સ્વામી અરિહંત પરમાત્મા છે, અને તેઓ નવપદમાં પ્રથમ પદે છે. નવપુણ્યના ઉપદે પણ તેઓ જ છે. તેથી તેમના દ્વારા અઢારે પાપની શુદ્ધિ અને નવે પાની આંશિક આરાધના થાય છે. નવ પુણ્ય અને નવપદને સંબંધ આ નવ પુણ્ય ક્રમશઃ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે અને એ નવ પુણ્ય આત્માના વિકાસની પ્રારંભિક અવસ્થા છે, અને નવપદ-એ આત્માના વિકાસની ટોચ છે, શિખર છે. તે ટોચે પહોંચવા નવપદના જ અંશ રૂપ આ નવ પુણ્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ એવી પ્રભુની આજ્ઞા છે. આ નવે પ્રકારના પુણ્યને પાત્રમાં સદુપયોગ કરવાથી કઈ રીતે અઢાર પાપની શુદ્ધિ થાય છે? તેને સંક્ષેપથી સાપેક્ષપણે આ પ્રમાણે વિચાર કરી શકાય. ૧. અન્નપુર્ણય પ્રાણધારણમાં અન્નભોજન અગત્યની જરૂરિયાત છે. અન્ન વિના લાંબુ જીવન જીવી શકાતું નથી. એટલું જ નહિ, પણ અન્નભોજનનું દાન કરવાથી જીવનદાન કર્યું ગણાય છે. અન્ન એ લેકમાં પ્રાણ ગણાય છે. ૧. અન્ન આપવા દ્વારા-બીજાના પ્રાણુધારણમાં સહાયક બનવાથી હિંસા-પાપની શુદ્ધિ થાય છે, હિંસાજન્ય પાપ નાશ પામે છે. ૨. અન્ન દ્વારા બીજાને પ્રાણ આપનાર વ્યક્તિ મૃષાવાદ કરીને બીજા જીવને દુઃખી કરી શકે નહિ, બીજા જીવો પ્રત્યે દયાની સાચી લાગણી પ્રગટયા પછી, કંઈ જીવનું દિલ દુભાય તે કઠોર કે અસત્ય વચનને પ્રયોગ કરવાનું પણ આપોઆપ બંધ થઈ જાય છે. આ રીતે અન્નપુણ્યથી પ્રથમનાં બે પાપસ્થાનકની શુદ્ધિ થાય અને નવા પાપ બાંધવાની વૃત્તિ અટકી જાય છે. ૨. જલપુણ્ય જીવન-ધારણમાં જળની અગત્યતા અન્ન કરતાં પણ વધારે છે. તૃષાતુર જીવોને જળ આપવાથી તેમની બાહ્યતૃષા છીપાય છે, તેથી તેમનું દિલ સંતેષની મીઠી લાગણી અનુભવે છે તેમજ જલપુણ્યથી બીજાની બાહ્યતૃષા દૂર કરનારની તરતૃષ્ણ પણ શમી જાય છે. બીજાની માલિકીની, અણહકકની કે વગર દીધી કઈ વસ્તુ લેવાની, આ. ૪૪
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy