SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ આત્મ-ઉત્થાનને પાયો ભામંડલ, દુભિ અને સુવર્ણ સિંહાસનાદિ શ્રી તીર્થંકર પરમાત્માની સમીપે જ રહે છે અને શ્રી તીર્થંકર પરમાત્મા તેનો ઉપયોગ કરવા દ્વારા અનેક જીવને નિર્વાણના બીજભૂત બધિરત્ન આદિના પરમ લાભને પ્રાપ્ત કરાવનાર થાય છે. પ્રાતિહાર્યોની પૂજા પૂર્વક શ્રી તીર્થંકર પરમાત્મા સર્વ પ્રાણીઓને સ્વ-સ્વ ભાષામાં પરિણામ પામનારી અને અમૃતપાનથી પણ અધિક આનંદ દેનારી તથા જન પ્રમાણ ભૂમિમાં વિસ્તાર પામતી વાણી વડે અને બીજા પણ અનેક પ્રકારના ઉપાય વડે અનેક જીના પરમ હિતને સિદ્ધ કરી આપે છે. તેમ જ મનહર વચનરૂપી કિરણ વડે જીવનના અંત પર્યત-નિરંતર લાખ અને કરોડે ભવ્ય જેના મેહ-તિમિર અને અજ્ઞાનરૂપી અંધકારને ઉરછેદ કરે છે. કટિ પ્રમાણુ જેને અજ્ઞાન–અંધકાર હણાઈ જવાથી તેમને જીવ-અજીવ આદિ સૂથમ પદાર્થોને અવધ થાય છે. જીવાજીવાદિ સૂમ પદાર્થોને અવબેધ થવાથી તેમને તે પદાર્થો ઉપર આંતરિક શ્રદ્ધા અને રુચિ પેદા થાય છે. હૃદયરૂપી જિફવા વહે શ્રદ્ધારૂપી અમૃતને આસ્વાદ માણે છે પરિણામે સાધુ-ધર્મ અને ગૃહસ્થ-ધર્મના અભ્યાસરૂપી સદ્દ અનુષ્ઠાનના આ સેવન વડે અનુક્રમે નરકાદિ ગતિઓના પ્રવેશને તે આત્માઓ સર્વથા રોકી દે છે અને કુગતિમાં થનારા અનેક અનર્થોના સાથથી બચી જાય છે. એક બાજુ આ આત્માઓ અનેક અનર્થોના સાથથી બચી જાય છે અને બીજી બાજુ ઉત્તરોત્તર સાનુબંધ સુખને પ્રાપ્ત કરે છે. પોતે સુખને પ્રાપ્ત કરી પિતાથી અન્ય એવા બીજા અનેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે અને પરંપરાએ નિર્વાણ સુખની પ્રાપ્તિના અધિકારી બને છે. આ રીતે શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરનાર પુરુષોત્તમ પરમાત્મા શ્રી તીર્થંકર દેના ઉપકાર આ જગત ઉપર નિસીમ બની જાય છે. અંતે પોતે ભવબંધનકારક સર્વ કર્મોને નાશ કરીને ફરી જન્માદિ દુઃખદ અવસ્થાએ કદી પણ પ્રાપ્ત કરવી ન પડે, તેવા અજરામર પદને પામે છે. શ્રી તીર્થંકરપદનું આ સ્વરૂપ જાણ્યા પછી કેણ એ નિર્ભાગી છવ હોય કે જે તેઓની ભક્તિમાં પોતાના મનને ન પરવે? તેઓની કલ્યાણકારી આજ્ઞાની આરાધનામાં પિતાના જીવને ન જોડે? અર્થાત્ સહુ કેઈ સમજદાર આત્મા શ્રી તીર્થંકરપદની ભક્તિ અને આજ્ઞાની આરાધના વડે પોતાના જીવનને સાર્થક કરવા માટે અવશ્ય પ્રયત્નશીલ બની રહે. સ્વાર્થ, મેહ અને અજ્ઞાનમાં ગળાબૂડ જીવને પરમાર્થ, મોહરહિતતા અને સમ્યગુરૂ જ્ઞાનને પરમ પાવનકારી પ્રકાશ ફેલાવનારા શ્રી તીર્થ કરદેવની ભાવપૂર્વકની ભક્તિથી ભવસાગર સુલભતાથી તરી જવાય છે, તે માટે પરમાત્માની પૂજા-ભક્તિ આપણા જીવનમાં અવશ્ય લેવી જોઈએ.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy