SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ હું નહિ, તું નહિ, તે તમે કેણ છો? આપણુ અને પરમાત્મા વચ્ચે આપણે ક્ષુલ્લક અહંકાર, એ જ અંતરાય છે. જરા પણ વિહળતા થાય તે સમજવું કે અહંકારે ક્યાંક પ્રવેશ કર્યો છે. તમે કેણું છે એ સમજાયું એટલે બીજી બધી વાત સમજવામાં મુશ્કેલી નહિ આવે. પ્રસૂતિની વેદના થયા પછી જ બાળક જન્મે, એ કુદરતી નિયમનું કેઈથી પણ ઉલંઘન થઈ શકતું નથી. બધાં પ્રપંચને ઉપાસના કરીને જ બોલાવ્યા છે. હવે એ પંચમહાભૂતની ઉપાસના છોડીને, ચૈતન્યની ઉપાસના કરીએ એમ અનુભવ કહે છે, શિખવે છે કે ઉપાસના કરીને જેને આયા છે તેનું ઋણ હસતે મુખડે ચૂકવીએ. સાચી પ્રાર્થનામાં પિતે શૂન્યવત્ બની જાય અને સર્વત્ર ચૈતન્યતા દર્શન કરે. કાંઈ માગવાનું છે જ નહિ. ન્યૂનતાને અનુભવ એ પિતાના સ્વરૂપની પરિપૂર્ણતા વિષેનું અજ્ઞાન છે. આ અજ્ઞાન પ્રભુ પરના ભરેલાને ઢીલા પાડે છે અને માનવી જાતે દુઃખી થાય છે. પોતાની અસલ જાતને ઓળખી લીધા પછી બધાં દુખ નાશી જાય છે. જગતને દેણદાર જ્યાં “હું મૂકવું જોઈએ, ત્યાં મૂકાતું નથી, અને જ્યાં હું ન મૂકવું જોઈ એ ત્યાં મુકાય છે–એટલે બધી અશાંતિ ઊભી થાય છે. એને નિવારવા માટે માણસે હમેશાં યાદ રાખવું જોઈએ કે, તે કુટુંબને, નાતને, ગામને, દેશને અને દુનિયા આખીને દેવાદાર છે. કોઈ પણ દિવસે તે લેણદાર નથી. પછી તેને અશાંતિનું કારણ રહેતું નથી. કારણ કે, લેવાની વૃત્તિમાંથી જ અશાંતિ અને ઉગ જમે છે; પણ મારે તે દેવું ચૂકવવાનું છે એવી સમજ આવી જતાં, સઘળી પ્રવૃત્તિ શાંતિવર્ધક બનવા માંડે છે. આ સમજના મૂળમાં જગતના બધા જ મારા ઉપકારી છે–એ ભાવ મુખ્યતયા કામ કરતે હોય છે. આ ભાવને સ્વીકાર કરવાથી જ “અહ” અને “મમ” ના મૂળિયા ઢીલાં પડે છે અને જીવન પરમાર્થ–પરાયણ બની શાંતિનું ધામ બને છે. હું ઉપકારી છે, એ સમજમાંથી જન્મતે અહંકાર, જીવને જગતનો અધિક દેવાદાર બનાવીને વધુ કંગાળ બનાવે છે. માટે પરના નાનામાં નાના ઉપકારને પણ પર્વત તુલ્ય માનવામાં સ્વય છે અને તે જ વિનમ્રતા સચવાશે. ઋણમુક્તિની વૃત્તિ વિકસશે અને તેમાંથી ભવમુક્તિની યોગ્યતા આપો આપ વિકાસ પામશે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy