SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ આત્મ–ઉત્થાનને પાયે પ્રવૃત્તિ શુભ અધ્યવસાયથી થાય છે. હવે વિચારવાનું એ રહે છે કે જીવને એ શુભ અધ્યવસાય શાથી થાય છે? અનાદિકાળના અસદુ અભ્યાસથી, મલિન વાસનાઓના જોરથી જીવ પાપ કરવાની વૃત્તિવાળા થાય છે. એ સ્થિતિમાં એને શ્રેયસ્કર પ્રવૃત્તિ કરવાની વૃત્તિ સહજ રીતે જાગે એવી શક્યતા તે લગભગ સાવ અસંભવિત છે ! નિસર્ગ સમ્યકત્વવાળાને પૂર્વ જન્મમાં અધિગમ જોઈએ. સમગ્ર ભવચક્રમાં એક પણ અધિગમ વિના જ સમ્યત્વ પામીને મોક્ષે જનારા ઓની સંખ્યા મરુદેવા માતાની જેમ વિરલ હોય છે, છતાં તેમને પણ સમવસરણની ઋદ્ધિના દર્શનરૂપી અધિગમ તે હતે જ! જીવ શ્રેયકર પ્રવૃત્તિ કરવા અધિગમથી પ્રેરાય છે. પાપ માટે આલંબનની જરૂર પડતી નથી અથવા પાપના આલંબનથી તે જગત ભરેલું જ છે. પુણ્ય ઉપદેશ વિના થતું નથી. ઉપદેશ માટે વચનની શક્તિ જોઈએ. સિદ્ધાતે અશરીરી છે, એથી એ સ્વયે ઉપદેશ ન આપી શકે. ઉપદેશ તે મુખ્યત્વે શ્રી અરિહંત ભગવતે જ આપે. તેઓ પોતાના વચનના અતિશયના કારણે અનેક જીવને ઉપદેશ આપી સત્ય પ્રવૃત્તિમાં જોડી શકે. જગતમાં મોક્ષમાર્ગ અને એ માર્ગનાં પ્રતીકે-દહેરાસર-મૂર્તિ–ઉપાશ્રય-શાક-સંઘ વગેરે, શ્રી અરિહંત ભગવંતેના કારણે જ છે, માટે “જગતમાં જે કાંઈ શુભ છે, તે શ્રી અરિહંત ભગવતેના પ્રભાવને લીધે જ છે. અહિંતપણાની પ્રાપ્તિની સામગ્રી પણ શ્રી તીર્થકર ભગવતે જ આપે છે. તીર્થ અને તેના પ્રતીકે ઉપદેશ વિના સર્જાતાં નથી. ઉપદેશ આપવા માટે જે પુણ્યબળ જોઈએ, તે તીર્થકર ભગવતે પાસે જ છે, માટે “આજે આપણે જે કાંઈ સાધના કરી શકીએ છીએ તે બધાયમાં શ્રી તીર્થકર ભગવતે જ ઉપકાર છે એ સદા સ્મૃતિપથમાં રહેવું જોઈએ. આવડે માટે જેમને ઉપકાર છે, તેમને ભૂલી જઈને કે એને સ્વીકાર ન કરીને કઈ પણ આત્મા, ઉન્નતિના પંથે ગતિ કરી શકતું નથી. આત્મવિકાસના માર્ગે આગળ વધવા માટે સત્યના સ્વીકારની, ઉપકારી પ્રત્યે નમ્રતા અને કૃતજ્ઞભાવની, અનુપકારી અને અપકારી પ્રત્યે મધ્યસ્થતા અને ઉદાસીનતા કેળવવાની પહેલી શરત છે, એના સિવાય કષાયમંદતા, અંતર્મુખતા તથા એવા બીજા આધ્યાત્મિક સદગુણેની પ્રાપ્તિ થતી નથી. શ્રી તીર્થકર ભગવંતે આપણા સહુના અનન્ય ઉપકારી છે. જીવનમાં કે જગતમાં જે કાંઈ સારું છે, તે તેમના પ્રભાવે જ છે. એટલે કલ્યાણકમીએ તેઓશ્રીનાં સ્મરણ,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy