SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ આત્મ-ઉત્થાનને પાયો “ભગવંતના અનુગ્રહથી શિવગમન અને નિગ્રહથી ભવભ્રમણ” એ વાક્યને મર્મ ત્યારે સમજાય છે. તેથી જ ભગવાનની આજ્ઞાનું આરાધન મેક્ષ માટે છે, વિરાધન સંસાર માટે છે, એમ શાસ્ત્રો કહે છે. . પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર मिच्छादसणमहणं, सम्मइंसणविसुद्धिहेउं च । વિવંળા વિળિા ઉન્નત વીરાÉિ શા શ્રાવક પ્રજ્ઞાતિ ગાથા-૩૪૧ અથ_વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત ભગવતે એ સુક્ત વિધિપૂર્વક થતી ચૈત્યવંદનાદિ ક્રિયાઓને મિથ્યાદર્શનનું મંથન કરનાર અને સમ્યગ્દર્શનનું શોધન કરનાર તરીકે પ્રરૂપેલી છે. (૧) ચિત્યવંદન-એક મહાન ધર્માનુષ્ઠાન ચૈત્યવંદન એ એક એવું ધર્માનુષ્ઠાન છે કે જેને શ્રી ગણધર ભગવંતે એ-સાધુસાવીની નિરંતર થતી આવશયક ક્રિયામાં પણ ગૂંથી લીધું છે. આ અનુષ્ઠાનને મહિમા ગાતાં શાસ્ત્રકારભગવંતે ફરમાવે છે કે, “શ્રી જિનેશ્વરનાં ચિત્યોને વંદન કરવાથી લોકોત્તર કુશલ પરિણામ જાગે છે. તેનાથી આત્માના જ્ઞાનાદિ ગુણેનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મોને ક્ષય થાય છે. ચૈત્યવંદનને અધ્યવસાય કર્મપ્રહણના અધ્યવસાયથી વિરુદ્ધ છે. તેથી તે વારંવાર કરવા વડે સમસ્ત કર્મને ક્ષય જેમાં રહે છે, એવા પરમ પુરુષાર્થ મોક્ષનું તે કારણ થાય છે.” चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते । तस्मात् कर्मक्षयः सर्वः ततः कल्याणमश्नुते ॥२॥ ચૈત્યવંદનની ક્રિયાથી આવું લોકેનર ફળ મળે છે તેનું એક જ કારણ છે કે, તે શુભ ભાવની વૃદ્ધિ કરે છે. વિધિપૂર્વક ચેત્યવંદનની ક્રિયા કરવાથી ચિત્તને લાભ થાય છે. શુદ્ધ ચૈત્યવંદન તેજ કરી શકે કે જેને તેના અર્થનું અને રહસ્યનું સ્પષ્ટ અને વિશદ જ્ઞાન હેય. લલિત વિસ્તરા નામની વૃત્તિમાં વૃત્તિકાર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે “ચૈત્યવંદનની ક્રિયામાં શુદ્ધિ લાવવા જરૂરી એવા જ્ઞાનને આપવા માટે આ અમારો પ્રયાસ છે.”
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy