SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણાનંદને પ્રકાશ ૨૮૫ તેથી જ મહાત્મા પુરુષોએ એક ત્રણ જગતના નાથને જ હૃદયમાં રાખવાનું કહ્યું છે. ___ वीतरागं हृदि ध्यायन्, वीतरागो यथा भवेत् ।। मुक्त्वाऽखिलमपध्यानम्, भ्रामरं ध्यानमाश्रय ।। पाव चरित्र-सर्ग-६-श्लोक-७१९ વિતરાગનું હૃદયમાં ધ્યાન કેવી રીતે કરવું કે જેથી વીતરાગ થવાય. તેથી સવ અપધ્યાન, દુર્ગાનને ત્યાગ કરી ભ્રામર ધ્યાનને આશ્રય કર. પર–વસ્તુના ધ્યાનને ત્યાગ કરી સ્વધ્યાન-આત્મધ્યાન કર. શ્રી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવા માટે પહેલાં અપધ્યાન-પરધ્યાન દૂર કરવું જોઈએ. જેમ વિર ઔષધ આપતા પહેલાં મળ સાફ કરવાની દવા આપે છે, તેમ રાગરૂપી દેષને દૂર કરવા વીતરાગધ્યાનરૂપી ઔષધ ત્યારે કામ લાગે છે, કે જ્યારે અનાદિના અપધ્યાનરૂપી મળ સાફ થાય. અપધ્યાનનું મૂળ મન છે. તેથી પહેલાં મનને વશ કરવું જોઈએ. મનને વશ કરવા માટે બુદ્ધિને સમજવાની (સુમતિ) કરવી જોઈએ. સુમતિ એટલે પરમાં અહં બુદ્ધિને અભાવ. ૫૨ વસ્તુને હું કર્તા છું એવી બુદ્ધિ તે કુબુદ્ધિ-કમતિ છે. તે મિથ્યા કર્તવાભિમાનને હઠાવવું જોઈએ. મન પર-વસ્તુના વિચારથી ધીરે ધીરે મુક્ત થાય, તે માટે ભવિતવ્યતાના વિચારનું અવલંબન અનુકૂળ થઈ પડે છે. કહ્યું છે કે, _ 'यदभावि न तद् भावि भाविचेन्न तदन्यथा । કૃતિ વિનાવિષનોગ્ય-મf વીતે? પાર્શ્વ-વરિત્ર-૪-૨-૭૨૦ જે નથી બનવાનું, તે નથી જ બનવાનું અને જે બનવાનું છે, તે અન્યથા થવાનું નથી. આ સમજણ ચિતારૂપી વિષને હણવા માટે ઓષધ તુલ્ય છે. તે પછી એને કેમ ન પીવું? આ વાતને વધારે સ્થિર કરવા કહ્યું છે કે 'नाऽन्यः कोऽपि प्रकारोऽस्ति येन 'सा' भवितव्यता। छायेव निजकायस्य लंध्यते हन्त जन्तुभिः ॥' पार्श्वचरित्र सर्ग-२-७१२ પિતાની કાયાની છાયાની જેમ રહેતી આ ભવિતવ્યતાનું ઉલ્લંઘન પ્રાણીઓ વડે કરી શકાય તેવો કઈ ઉપાય નથી. આ વાત પરવસ્તુ સંબંધી છે, પરથી મુકત થવા માટે આ વાત બરાબર સમજાઈ જાય, તે મનને ઘણે મોટે ભાર દૂર થઈ જાય. દા.ત. ફેટે છેવાઈને આવી ગયા છે, તેમાં કેઈ ફેરફાર થઈ શકે તેમ નથી. હવે માત્ર સમભાવે જેયા કરવા સિવાય બીજો કોઈ ઉત્તમ રસ્તે નથી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy