SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવત્ ચિંતન ૨૭૩ વીતરાગતા એટલે આત્મતૃપ્તિ. અને નિગ્રન્થતા એટલે આત્મતૃપ્તિ માટે અહ’ મમ' ભાવના ત્યાગ, સમભાવ અને નિર્મમ ભાવના અભ્યાસ. અભ્યાસ માટે સમભાવના અભ્યાસ માટે મૈગ્યાદિ ભાવા અને નિર્મળ ભાવના અનિત્યાદિ ભાવાનું ચિંતન-મનન નિદિધ્યાસન છે. મૈગ્યાદિ ભાવાના ચિંતનથી મહ’ભાવ જાય છે અને અનિત્યાદિ ભાવાના ચિંતનથી મમભાવ જાય છે. અહ‘-મમભાવના જવાથી જે સમભાવ અને નિર્મમભાવ આવે છે તે જ સાચી નિગ્રન્થતા છે, અહ‘-મમના ગ્રન્થીભેદ છે. અને તે ભક્તિથી થાય છે. சு ભગવત્ ચિતન ભગવાનનું નામ તે ભગવાન પાતે છે. જિહ્વા પર તે આવે તેની સાથે જ ભગવાનના ગુણા-કરુણા, પ્રેમ, દયા, અહિંસા, અસ્તેયાદ્ધિ આપણી અંદર આવે છે. સુખમાં નામ આવતાંની સાથે, ‘હું પવિત્ર છું.’ એ ભાન થવુ જોઈએ. નામ અને નામી લગભગ એક છે. નામજપની સાચે ભગવાન હૃદયમાં આવી રહ્યાં છે, ભગવાનની 'ખી હૃદયમાં થઈ રહી છે, એમ લાગવું જોઇએ. નામ સર્વ શક્તિમાન છે, એ વિશ્વાસ પર નિર અને નિર્ભય રહેવુ' જોઈ એ. ભગવાનની શરણાગતિ માગવામાં ભગવાનની અહેતુકી કૃપા કારણુ છે માટે ભગવાનને નિષ્કારણુ કરુણાસિંધુ કહ્યા છે. ભગવાનના સેવક વિષયના ગુલામ બનતા નથી, અહંકાર–મમકારને એ સેવતા નથી. અનુકૂળ વિષય ન મળવા પર ચિત્તમાં જે ક્ષ્ાભ થાય છે, તે વિષયની ગુલામી સૂચવે છે. ભગવાનને માટે જે રૂદન કરે છે, તેને જગત અને તેના પદાર્થો માટે રાવું મટી જાય છે. સાધનામાં ત્રણ વસ્તુએ વિઘ્નભૂત છે. (૧) અર્થ (૨) કામ અને (૩) માન. ત્રણ વસ્તુરૂપી આ કચરાને હૃદયમાં સ્થાન ન આપી, ભગવાનના આગમન માટે હૃદય - ભૂમિને સ્વચ્છ રાખવી જરૂરી છે. ભીતિથી નહિ, પણ પ્રીતિથી પ્રભુનું સ્મરણ કરવુ.. પ્રભુ પ્રિયતમ છે. સેવકનું જીવન ભગવાનનું છત્રન છે. તેથી તેને ભગવદ્ સેવા સિવાય અન્ય કાર્યમાં જોડવુ' જોઈ એ નહિં. વિષય-ચિંતનનું સ્થાન, ભગવત્ ચિંતન લે, ત્યારે જ સાધનાને પ્રારભ થાય છે. ૩૫
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy