________________
ભક્તિ
अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥
-वीतरागस्तव
હે પ્રભુ આપ વગર બોલાવે સહાયક,
વિના સ્વાથે વાત્સલ્યવંત, વગર માંગે સજનતા દાખવનારા અને
વગર સંબધે બધુ જેવા છે...!
I'll]]]
ચિંતક. ચિંતન....!!
જાણવા લાયક અને જોવાલાયક વિશ્વની સર્વશ્રેષ્ઠ વરતુઓને સંગ્રહ પ્રભુના નામ અને પ્રભુના રૂપમાં સમાઈ જાય છે.
વિશ્વની સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિનું દર્શન પ્રભુમૂર્તિમાં અને મનન પ્રભુ નામમાં છે.
નામથી પાપને નાશ, રૂપથી પુણ્ય પ્રકાશ તથા પ્રભુના દ્રવ્યથી આત્મબોધ અને પ્રભુના ભાવથી આત્મધ્યાન સુકર બને છે.
પાપ નાશ, પુણ્ય લાભ, આત્મ જ્ઞાન અને આત્મ ધ્યાનનું પરમ કારણ હોવાથી પ્રભુના નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ ભવ્યને ઉપાસવા લાયક છે. આવી પ્રભુભક્તિમાં એકાકારતા માટે સદા જાગૃત પરમકૃપાળુ, અધ્યાત્મયોગી.
-પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય