________________
૨૪
આમ, ઉત્થાનનો પાયે દાન અને કયા પણ સમ્યગ્દર્શનને લાવનાર છે. માટે જ દાન અને દયાની અનુમોદના પણ કરણીય છે.
પાપ કરનાર પાપી પણ જે તીવ્ર રસથી પાપ ન કરે, તે તે પણ સમ્યગ્દષ્ટિવાળા માટે અનુમોદનીય છે.
પાપ નવિ તીવ્ર ભાવે કરે..” મતલબ સંસારસુખ ભોગવવા છતાં તેમાં આસક્ત ન હોય, પ્રેમ ન હેય-પ્રેમ તે ભવથી મુક્ત ભગવંતે પર રાખતું હોય ભવથી મુક્ત થવાની પ્રતિજ્ઞાને વરેલા મહાત્માઓ પર રાખતે હેય. તેના પ્રશસ્ત ગુણેની અનુમોદના તે પણ સમક્તિનું બીજ ગણાય છે.
પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ રચેલી સમતિના સડસઠ બેલની સઝાયને સ્વાધ્યાય કરવાથી સમ્યગ્દર્શનનું બીજ હૃદયમાં વાવી શકાય છે. જેમના હદયમાં આ બીજ વવાએલું છે. તેમના હૃદયમાં આપણે છીએ જ. કારણ કે સમ્યગ્દર્શન એ તે વિશ્વહૃદયનું બીજ છે સર્વાત્મભાવની આંખ છે.
આ સજઝાયના સ્વાધ્યાયથી સમક્તિની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું સમકિત નિર્મળ પણ થાય છે.
તેઓશ્રીની કૃતિના સમરણ-મનનથી આપણે સ્વર્ગસ્થ શ્રી યશોવિજયજી મહારાજાના પ્રમોદમાં નિમિત્ત બનીએ આપણાથી પણ અધિક પ્રમાદ તેમને છે. તેમને અધિક પ્રમોદ એ કારણે છે કે, સમકિતનું બીજ સર્વ આત્માઓમાં વવાય તે પ્રણિધાન તેમની કૃતિમાં રહેલું છે.
નાને પણ પરમાત્માના માર્ગને ગુણ, સમ્યગ્દષ્ટિ આત્માને હર્ષ ઉત્પન્ન કરે છે. કારણ કે તેમ થવામાં ગુણરુચિનું સામ્ય કારણભૂત બનતું હોય છે.
તીર્થકર નામકર્મ બાંધે છે શ્રી તીર્થકરને જીવ અને તેને લાભ આપણને મળે છે, તે હકીકત પણ તરવાની રુચિના સામ્યની દ્યોતક છે.
પુન્યના ઉદયે આપણને શ્રી અરિહંત મળ્યા છે. હવે તેમની ભક્તિ તેમજ અનુમોદનાથી તે પુન્યને પુન્યાનુબંધી બનાવીએ.
શ્રી અરિહંતના વિશ્વોપકાર, શ્રી સિદ્ધભગવંતની સિદ્ધતા, શ્રી આચાર્ય ભગવંતના આચાર, શ્રી ઉપાધ્યાય ભગવંતના સ્વાધ્યાય, શ્રી સાધુ ભગવંતના મૂળ અને ઉત્તરગુણ, સમ્યગ્દષ્ટિ આત્માઓના સમ્યકત્વ–આ બધા ગુણોની પૂજા-ભક્તિ તેમજ હાર્દિક અનુમદના કરવાથી પુન્યાનુબંધી પુન્ય બંધાય છે અને જીવનમાં ગુણને રાગ દઢ થાય છે.