SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ આત્મ-ઉત્થાનને પાયે શ્રી ગણધર ભગવંત અને તેમના શિષ્ય, પ્રશિ આદિને ત્રણ પ્રકારે ધર્મની પ્રતીતિ હોય છે, આત્મપ્રતીતિ, ગુરુપ્રતીતિ અને શામપ્રતીતિ. તેમાં પ્રથમ આત્મપ્રતીતિ એટલ કોઈ પણ પ્રેક્ષાવાન પુરુષ, “આ વ્યાજબી છે' એમ જાણીને જ ધર્મ અંગીકાર કરે તે. ગુરુપ્રતીતિ એટલે શ્રી તીર્થકર ભગવંત ઉપરના વિશ્વાસથી ગણધરો ધર્મને અંગીકાર કરે તે. તેઓ વિચારે છે કે અમારા આ ગુરુ પ્રત્યક્ષ અનુભવસિદ્ધ સર્વજ્ઞ છે, કેમ કે તેઓ અમારા સર્વ સંશાને છેદનાર છે. રાગદ્વેષ અને ભયરહિત છે તે ત્રણ દેનું કઈ એક પણ ચિહ્ન તેમનામાં દેખાતું નથી. સર્વજ્ઞ તથા રાગ, દ્વેષ, ભયથી રહિત હોવાથી તેઓ કદાપિ અસત્ય બોલે નહિ. તેથી તેમનું વચન શ્રદ્ધેય છે. એટલે તેઓ સામાયિક ધર્મને જે ઉપદેશ આપે છે, તે યથાર્થ છે, સત્ય છે. વળી તેઓ અનુપકૃત પરાનુગ્રહપરાયણ અને આત્મપકારથી નિરપેક્ષપણે પરને ઉપકાર કરનારા છે. તેથી ત્રિભુવનને તેમનું વચન માન્ય છે, પ્રમાણ છે. એ રીતે ગણધર ભગવંતના શિષ્ય-પ્રશિષ્ય પણ પોતપોતાના ગુરુઓના ગુણેને પ્રત્યક્ષ અનુભવ કરવાથી ધર્મશ્રદ્ધાવાળા બને છે. આત્મપ્રતીતિ અને ગુરુપ્રતીતિની જેમ ત્રીજી શામપ્રતીતિ છે. શાસ્ત્ર સર્વ જીવને હિતકર છે તથા પૂર્વાપર અવિરુદ્ધ છે. શાસ્ત્ર જે સામાયિક ધર્મને કહે છે, તે સામાયિક ધર્મ સવ ગુણને ગ્રહણ કરવાના ફળવાળે છે, તેથી અમને ઉપાદેય છે. એ રીતે શાની પ્રતીતિથી પણ ધર્મને સ્વીકાર થાય છે. આરાધનાના ત્રણ મુખ્ય પ્રકાર | સર્વ ધર્મોમાં શ્રી જિનશાસન પ્રધાન છે. એની પ્રતીતિ જેમ ઉપરનાં ત્રણ સાધને દ્વારા થઈ શકે છે, તેમ શ્રી જિનશાસને બતાવેલા આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારો વડે પણ થઈ શકે છે. શ્રી જિનશાસને બતાવેલા આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારનાં નામ દુષ્કૃતગહ, સુકૃતાનુમોદના અને ચતુદશરણગમન છે. દુષ્કતની ગહપૂર્વક દુષ્કત ન કરવું, સુકૃતની અનમેદનાપૂર્વક સુકૃત કરવું અને પિતાને અન્ય સર્વ વસ્તુઓના શરણથી રહિત માનીને પ્રભુના શરણે અનન્યભાવે જવું, એ શ્રી જિનશાસનની આરાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય છે. દુષ્કત ન કરવાને ઉપદેશ સહુ કેઈ આપે છે, સુકૃત કરવાને તથા પ્રભુના શરણે જવાને ઉપદેશ પણ સર્વત્ર મળે છે; કિન્તુ દુષ્કૃતમાત્રની વૈકાલિક ગહ, સુકૃતમાત્રની
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy