SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ આત્મ-ઉત્થાનને પાયો એ રીતે હિંસા અને અહિંસાને સર્વાગીણ અને સૂક્ષમતમ વિચાર જે શામોમાં રહેલે છે, તે શાસ્ત્ર સર્વજ્ઞ અને સર્વ જગહિતેષી પુરુષનાં રચેલાં આપોઆપ સાબિત થઈ જાય છે. એવાં શસ્ત્રોમાં ભય-અભક્ષય, પેપ-અપેય. ગમ્ય-અગમ્ય, કૃત્ય-અકૃત્ય કે સત્યઅસત્યનું જે નિરૂપણ કરેલું છે, તે સત્ય જ હોય છે અને તેને અનુસરીને જીવન જીવવું એ વૈકાલિક હિતને માર્ગ છે. આથી એ સિદ્ધ થયું કે જે શાઓને વિષય “સ્યાદવાદ અને વિધાન “અહિંસા, તે શાસ્ત્ર સર્વજ્ઞ પુરુષનાં રચેલાં છે. આ જન્મ કે ભવિષ્યના જન્મોનું હિત સાધવાના માર્ગમાં તે શાસ્ત્રોને આશ્રય લેવો એ જ પરમ કર્તવ્યરૂપ છે. જેઓ એ શાસ્ત્રોના પ્રકાશથી દૂર છે, તેઓ ભાવ અંધકારમાં રહેલા છે. અને જેઓ એ શાસ્ત્રોના પ્રકાશમાં પિતાનું જીવન જીવી રહ્યા છે તેઓ પોતાનું તેમ જ સાથેસાથ બીજાનું પણ યથાશક્ય કલ્યાણ સાધી રહ્યા છે સમ્યજ્ઞાનના અમૂલ્ય ખજાના સમાં એ શાને અનુસરવું-એ જેમ હિતાર્થીઓનું કર્તવ્ય છે, તેમ એ શાઓને ઉત્પન કરનાર અને આજ સુધી તેને આપણા સુધી પહચાડનાર અનેક ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માઓ, આચાર્ય ભગવંતે અને તેમનાં શાસ્ત્રોને ભણનારા અને તેમના કહેવા માગે ચાલનારા મહામુનિવરોને નિરંતર વાંદવા, પૂજવા, સત્કારવા અને સન્માનવા એ સહુ કૃતજ્ઞ સજજનગણનું પરમ કર્તવ્ય છે. એમાં સત્યની સેવા, ધર્મની (સેવા) રક્ષા અને સુખની વૃદ્ધિ છે આંખ ખો ખાઈ જાય તે બને, બુદ્ધિ દગો દે તે બને, પણ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનું વચન કે તે વચનેને સમૂહરૂપ શાસ્ત્ર ત્રણ કાળમાં કઈ એક ને પણ દગો નથી દેતું એટલું જ નહિ, પરંતુ સગી મા કરતાં પણ સવાયા હેતથી તેની આંગળી ઝાલનારા જીવને હેમખેમ સંસારવનથી પાર કરે છે. શ્રી વીતરાગના વચનમાં મૂકેલો વિશ્વાસ ત્રણ કાળમાં પણ નિષ્ફળ જતા નથી, પરંતુ અચૂક ફળે જ છે. શ્રી વીતરાગ, સર્વજ્ઞ ભગવંતે એટલે સમગ્ર વિશ્વના પરમ વિશ્વસનીય પુરુષવરે. તેમણે પ્રકારેલાં શાસ્ત્રના પ્રકાશમાં જીવન જેવા, વાંચવા, વિચારવા તેમ જ જીવવામાં જીવનું વૈકાલિક હિત સમાયેલું છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy