SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આત્મ-ઉથાનને પાયે આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ફળીભૂત થતી નથી, એટલું જ નહિ, પરંતુ નુકશાન કરનારી પણ થઈ પડે છે. શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા, સંવેગ આદિ ગુણોથી વિભૂષિત પુરુષરત્નો છે. પછી તે સાધુ છે કે સાદવી, શ્રાવક છે કે શ્રાવિકા છે કે પછી ભદ્રક-પરિણામી મિથ્યાદષ્ટિ હે. ઉપધાનાદિ તપ કરવાપૂર્વક શ્રી મહાનિશીથાદિ સૂત્રોના દ્વહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિગ્રંથ મુનિરાજના મુખથી ગ્રહણ કરેલ શ્રી નવકાર એ જ વિધિપૂર્વક ગ્રહણ કરેલ ગણાય છે. એ રીતે વિધિપૂર્વક નવકારને ગ્રહણ કરનાર અગર વિધિ પ્રત્યે સંપૂર્ણ આદર ધારણ કરી અવસર મળે એ વિધિને આચરવાની હૃદયમાં ધારણા રાખી નવકાર ગ્રહણ કરવાવાળા આત્મા, શ્રી નવકારની આરાધના દ્વારા યથેષ્ઠ ફળ ન મેળવી શકે એ બને જ નહિ. આજના વિપત્ કાળમાં મંગળ માટે, વિદ્ધ વિનાશ માટે, ચારે બાજુ અને દશે દિશાએથી મેટું ફાડીને ડકિયાં કરી રહેલા દુઃખરૂપી પિશાના મુખની અંદર શુદ્ર જંતુની જેમ પીસાતાં બચી જવા માટે, કઈ પ્રબળ સાધનની જરૂર છે જ અને એવું પ્રબળ સાધન, અમેઘ સાધન, અજોડ સાધન, સર્વ ની સામે આત્માને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેનાર શ્રી નવકાર સમાન બીજી કેઈ “Life Boat' જીવન નાવ નથી. નાવ પણ તેમાં બેસનારને બચાવે છે, તારે છે પણ બીજાને નહિ, તેમ શ્રી નવકાર પણ એના આરાધકને બચાવે, અનારાધક કે વિરાધકને ન બચાવે-એમાં નવકારને દોષ ન ગણાય. આપણે શ્રદ્ધા અને સંવેગ પૂર્ણ બની નવકારરૂપી નાવમાં બેસી ભવસાગરને પાર પામીએ. પરમ શ્રદ્ધેય શાસ્ત્રો સર્વજ્ઞ, સર્વદશ શ્રી તીર્થંકરદેવકથિત શાસ્ત્રો એ સમ્યજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે. 242-2009 lat (Right Knowledge) चक्षुष्मन्तस्त एव हि, ये श्रुतज्ञानचक्षुषा । सम्यक् सदैव पश्यन्ति, भावान् हेयेतरान्नराः ॥ શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે જેઓ ત્યાગ કરવા લાયક અને આદર કરવા લાયક પદાર્થોને નિરંતર સમ્યફ પ્રકારે જુએ છે, તેઓ જ આ વિશ્વમાં ચક્ષુવાળા છે. રાન એ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy