SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાના ગર્ભમાં જ્ઞાન ૨૨ ક્રિયાના ગર્ભમાં જ્ઞાન સામે સેંકડો વસ્તુઓ પડી હોય છે. આંખ ઉઘાડી હોય છે. છતાં લેકે કંઈ તે બધી વસ્તુઓને જોતા નથી; જેટલી વસ્તુઓને જુએ છે, તેટલીને પણ સમજતા નથી. પોતાની શેરીના અમૂક ઘરને કેટલી બારીએ છે, કે પિતાના ઘરની બારીઓને કેટલા સળિયા છે, તે દરરેજ જેવા છતાં તે જાણતા નથી. ફરવાના માર્ગ પર આવેલાં કેટલાંય વૃક્ષોના નામની પણ ખબર નથી હોતી. બગીચાના છોડને ક્યારે ફુલ આવે છે અને અમૂક ફલને કયે રંગ છે, તે પણ લેકે કહી શકતા નથી, જાણે ઉઘાડી આંખે આંધળા હેય અને છતે કાને બહેરા હોય, તેમ થતું આ જગતમાં ઘણું ઘણું જણાય છે. હકીકત એ છે કે-જરૂરીઆત લાગ્યા વિના કાંઈ મળી શકતું નથી. જે જ્ઞાન આપણે ગ્રહણ કરીએ છીએ, તે પણ આપણી જરૂરીઆત જેટલું જ હોય છે. અને તેટલાથી બધું મળી ગયું, એમ માની લેવામાં આવે છે. આ એક ઠગારે આત્મસંતેષ છે. સામેની વસ્તુ એક હોવા છતાં, તેનું દર્શન વ્યક્તિ પરત્વે નિરનિરાળું હોય છે. જેટલી જેની ભૂખ, તેટલું જ તે ખાઈ શકે છે અને જેટલી જેની પાચનશક્તિ, તેટલું જ તે પચાવી શકે છે. છેવટે એમ જ કહેવું પડે છે કે-આપણે યેગ્યતા અને શક્તિ પ્રમાણે જ જગતમાંથી મેળવીએ છીએ. જ્ઞાન પણ વસ્તુ કરતાં વસ્તુને જાણનાર ઉપર જ અવલંબીને રહેલું છે. બાહ્ય-જગતને સમજવા માટે મનુષ્ય પોતે જ પ્રયત્ન કરવાનો હોય છે. માત્ર ટગર ટગર જોયા કરનારને કે બેઠાં-બેઠાં સાંભળનારને, વસ્તુની સપાટીને ઉપરચેટીયે જ ખ્યાલ આવે છે. ડુંગરને માત્ર જોયા કરનાર તેના પર ચઢી શકતું નથી. ત્યાં ચઢવા માટે તે તેને પ્રયત્ન કરવો પડે છે. ડુંગર ચઢતાં-ચઢતાં અને પાણીમાં તરતા-તરતાં જ ડુંગરનું અને તળાવનું ખરું જ્ઞાન મેળવી શકાય છે. અને ધીમે ધીમે તે જ્ઞાનને વધારી શકાય છે. ક્રિયાના ગર્ભમાં જ્ઞાન રહેલું છે તે આ રીતે સાચું કરે છે. અત્યારનું જ્ઞાન અને તેને મેળવવાની રીતે વાસ્તવિકતાની સપાટીથી ભાગ્યે જ આગળ જાય છે. જ્ઞાન મેળવનારે સપાટીની નીચે જવું જોઈશે. એટલે કે હમેશાં ક્રિયાશીલ રહેવું પડેશે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy