SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આત્મ-ઉત્થાનને પાયે થાય છે. આ કારણે જેનશામાં ધર્મના અધિકારી ભેરે જે બે વિભાગ પાડવામાં આવ્યા છે, તે સર્વથા સુસંગત છે. સાધુધર્મને લાયક અહિંસાદિ ધર્મોના પાલનને આગ્રહ જેમ ગૃહસ્થને ધર્મથી ચુત કરનાર છે. તેમ ગૃહસ્થ ધર્મને લાયક અહિંસાદિ ધર્મોના પાલનને માર્ગ સાધુઓની આગળ મૂકવાથી સાધુ પણ સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે, એ વાત પણ અધિકાર–ભેદના ગર્ભમાં આવી જાય છે. સાધુ-મુનિરાજ સાધુધર્મ યથાર્થપણે પાળે અને એ સાધુધર્મને આદર્શ રાખીને ગૃહસ્થ ગૃહસ્થ ધર્મને યથાર્થપણે પાળે તેમાં જ શ્રી સંઘ અને શાસનની પ્રભાવના સમાયેલી છે. કક્ષા મુજબ થતુ ધર્મનું પાલન, વ્યક્તિને ઉત્તરોત્તર ચઢિચાતી કક્ષાને પાત્ર બનાવે છે. અને કક્ષાને અવગણનારો નિગ્ન કક્ષામાં ધકેલાઈ જાય છે ધર્મના વિભાગનું આ હાઈ સૂકમબુદ્ધિથી વિચારવા જેગ્ય છે. જરૂરી વિભાગ કે ભેદ, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપકારક છે એ હંમેશા યાદ રાખવું જરૂરી છે. દરિદ્રતા નિવારણને ઉપાય દુનિયાની દષ્ટિએ દરિદ્રતા એક મોટું દુખ છે. દરિદ્રતાને કઈ ચાહતું નથી. દરિદ્ર માણસની ગણના એક તણખલા કરતાં પણ ઉતરતી ગણાય છે. ઘાસનું તણખલું જેટલું ઉપાગી છે, તેટલી ઉપયોગિતા પણ દરિદ્ર માણસની આ દુનિયામાં દેખાતી નથી. દરિદ્રતાનું દુઃખ એક કવિએ ઉપહાસમાં દરિદ્ર-પુરુષને સિદ્ધપુરુષની ઉપમા આપી છે, તે અક્ષરશઃ સત્ય છે. કવિના શબ્દોમાં દરિદ્ર-પુરુષ પિતાની જાતને ઓળખાવતાં જણાવે છે કે ખરેખર હું સિદ્ધ છું, જે એમ ન હોય તો હું આખા જગતને દેખું છું. પણ મને કઈ દેખાતું નથી, એમ કેમ બને ? અર્થાત્ દરિદ્ર પુરુષની સામે નજર કરવા પણ જગતમાં કઈ તૈયાર નથી. એવી કંગાલ હાલતમાં સમગ્ર જીવન પસાર કરવું કેટલું કષ્ટદાયક હશે, તે તે તેને અનુભવ કરનાર જ સારી રીતે જાણે. અને એ અનુભવ આ દુનિયામાં અનેક આત્માઓને કરવું જ પડે છે. આજે તે આ દરિદ્રતાનું જ લગભગ સર્વત્ર સામ્રાજય હેય તેમ ભાસે છે. થોડાક ધનવાન માણસને બાદ કરતાં, મોટા ભાગના મનુષ્ય પોતાનું જીવન કષ્ટથી ગુજારતા જણાય છે. જીવન જીવવાની હાડમારીઓ વધતી જાય છે અને સામગ્રીઓ ઘટતી જાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy