SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આત્મા ઉત્થાનને પાયે શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમજ છે એવી દઢ પ્રતીતિ. એ પ્રતીતિના ગે જગતના સ્વભાવ અને મેક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જ જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. - શ્રી વીતરાગ પરમાત્માના વચનમાં વિશ્વાસ એ તે સમ્યગ્દષ્ટિ આત્માના શ્વાસને પણ શ્વાસ છે. ભરઉંઘમાંથી ઉઠાડીને કેઈ એને પૂછે કે, “સાચું શું ? તે એ એજ જવાબ આપે કે, “સાચું છે શ્રી વીતરાગનું વચન.” એ વચન સાથેનું વિવિધ જોડાણ તે ચારિત્રધર્મનું પાલન. ચારિત્રધર્મ તેને કહેવાય છે કે, જેમાં બીજાની પીડાને પરિહાર હય. જ્યાં સુધી જીવ, બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વાશે કે ૨૦ મુક અંશે પણ મુક્ત થતું નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતું કર્મ બંધ અટકી શકતા નથી. અને કર્મબંધ અટકો નથી ત્યાં સુધી તેના ફળ સ્વરૂપ જન્મ-મરણ અને તજજન્ય પીડાઓ અટકી શકતી નથી. સ્વ-પીડાનું ઉત્પત્તિ સ્થાન, જાણતાં કે અજાણતાં પરપીડામાં નિમિત્ત બનાય છે તે છે. એ નિમિત્ત મનથી–વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય ત્યાં સુધી તનિમિત્તક કર્મ બંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાને ઉપાય એક જ છે. અને તે હિંસાદિ પાપસ્થાનેથી નિવૃત્ત થવું તે છે. પરપીડા એ પાપ છે. અને પર-ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પિતાને કઈ પીડા પહોંચાડે તો તે પાપી છે, એમ માનનારે બીજાને પીડા પહોંચાડતી વખતે પોતે પાપ કરનાર નથી, એમ કઈ રીતે કહી શકે ? પિતાના ઉપર કેઈ ઉપકાર કરે, તે તે પુણ્યનું કામ કરે છે, એમ જ લાગે છે, તે તે નિયમ પિતાને માટે સાચે છે અને બીજાને માટે સાચે નથી, એમ કોણ કહી શકે ? વિશ્વના અવિચળ નિયમ અકાટય હોય છે. તે નિયમ રંક અને રાય સહુને એકસરખા લાગુ પડે છે. કાંટામાંથી કાંટા ઉગે છે, અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમ અનુસાર પીડામાંથી પીડા જન્મે છે. અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે. ચારિત્રધર્મ એ પરપીડાના પરિવાર સ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપર વખતૂટ વિશ્વાસ, એ સદ્ભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy