SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૮૩ ધર્મક્રિયાની રૂચી એક તે સામાન્ય રીતે ધર્મક્રિયા કરનારાઓ. સમગ્ર સમાજની દષ્ટિએ અલ્પ સંખ્યામાં હોય છે. માત્ર પર્યુષણાદિ પર્વોમાં જ તેની અધિક્તા દેખાય અને તે વગ કવચિત્ ધર્મક્રિયા કરનારે હોવાથી તેમાં ભૂલે નજરે પડે છે. છતાં એકંદર વિચાર કરતાં તેવી ભૂલવાની ક્રિયાઓ વડે તેઓમાં એવો એક ભાવ તે પોષાય છે કે, જીવનમાં ધર્મનું સ્થાન છે અને ધર્મ પણ કાંઈક શક્તિ અને સુખ આપે છે, તે માન્યતા ટકાવી રાખવામાં પણ તેમને મોટો ફાળો છે. પ્રતિપક્ષમાં એ રીતે ક્રિયાઓ છૂટી જવા પછી જેન કેણ, અજેન કેણ, ધર્મ શું, અધર્મ શું એને ભેદ રહે આ વિષમકાળમાં ઘણે દુષ્કર છે. આત્મશુદ્ધિમાં સહાયક આ ક્રિયાઓ કરવાથી આપણા પોતામાં અથાંત ક્રિયા કરનારમાં દંભ કે મિથ્યાભિમાનનું પોષણ થાય છે, એવી એકાત માન્યતા સર્વથા અસંગત છે. ઊંડા તત્વમંથન પછી જે ક્રિયાઓ થાય તે વડે દંભ, અભિમાન પોષાય એમ બનવું અશક્ય પ્રાય છે. તેમ છતાં જે સાધકને એમ લાગે કે લાગતું હોય તો તે ઘડાયેલી મિથ્યા કલપનાઓ કે અસંગત વિચારણાઓને લીધે છે, એમ જ માનવું જોઈએ. એ ક૯પનાઓ અને વિચારણાઓ અસત્ય અને અશાસ્ત્રીય છે, એમ નકકી થવાની સાથે એ ભ્રમણાઓ આપોઆપ વિલય પામી જનારી છે. કેટલાક સાધકે જાપ, શારાપાઠ આદિ ક્રિયાઓને “અચરે અચરે રામ' જેવી જણાવતા હોય છે. પણ તેમણે એ સમજવું જોઈએ કે, “અચરે અચરે રામ” બોલનાર પિપટ એ જ કારણે અન્ય પંખીઓ કરતાં ઊંચે ગણાય છે. અને બીજી બાજુને વિચાર કરતાં એ ક્રિયાઓ કરનારાઓમાં પણ આજે ઘણા સાધુ, ઘણુ સાધ્વીજીએ, ઘણું શ્રાવક અને ઘણી શ્રાવિકાઓ એવી નીકળશે કે જેઓ પોપટપાઠ નથી કરતાં પણ એ ક્રિયા કરતી વખતે આત્મિક આનંદ અને જ્ઞાનીઓની આજ્ઞાનું પાલન કર્યોને સંતોષ અનુભવે છે. તથા શ્રી તીર્થકર સપુરુષ અને મહાસતીઓનાં નામસ્મરણાદિ વડે પોતાના જન્મને ધન્ય અને કૃતાર્થ તરીકે અનુભવે છે. કારણ કે એ ક્રિયાઓનાં સૂત્રોની પાછળ પૂર્વાચાર્યોએ ઘણું સાહિત્ય વિસ્તાર્યું છે અને ભાષામાં પણ ઘણું ગોઠવ્યું છે. તેથી તેનું પદ્ધતિસર જ્ઞાન પણ સમાજમાં ફેલાતું જ રહે છે. જોકે આજે અન્ય ક્ષેત્રમાં વિદ્યાને વિકાસ તથા ભાષાજ્ઞાનને પ્રચાર જેટલા પ્રમાણમાં વધી રહ્યો છે, તેટલે આપણે ત્યાં દેખાતું નથી. પણુ આત્માના આરેહણના માગમાં તે પ્રમાદ તો રહેવાનો જ. અને એને દૂર કરવા માટે પણ કાળ-કાળે મહા
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy