SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ધર્મના સાધકને માર્ગદર્શન ધર્મારાધનની પાયાની રીત ધર્મ નવ કેટીએ પૂર્ણ બને છે. ત્રણ કરણ કરવું (કરણ), કરાવવું (કરાવણ), અનુમેદવું (અનમેદન). ત્રણ યોગ - મન, વચન અને કાયા. ત્રણ વેગમાં મુખ્ય મન છે કારણ કે તે સૂક્ષમ છે. મનપૂર્વક (મન દઈને) કરે, તે ધર્મક્રિયાનું ફળ વધાર; મન વગરની ક્રિયાનું ફળ ઓછું. દરેક ક્રિયામાં પ્રધાનતા કાયાની હોવા છતાં, તેમાં મન ભળે છે ત્યારે જ તેની અસરકારક્તા (સારી યા નરસી) વધે છે. ધર્મકાર્યમાં કાયાની પ્રધાનતા હેઈને તેને વશમાં રાખવી પડે. જે પિતાની કાયાને વશમાં ન રાખી શકે, તે વચન અને મનને વશમાં કઈ રીતે રાખી શકે? સ્થલકાયા ઉપર પણ કાબુ ન આવે, તે સૂમમન ઉપર કાબુ કઈ રીતે આવી શકે ? કાયા અને વચન કરતા મન વધારે ચંચળ છે, માટે મનને વશ કરવા સહુથી પહેલા કાયા અને વચન ઉપર કાબુ મેળવવું જોઈએ. અસ્થિર અને ચંચળ મન જેમ ગતિનું કારણ છે તેમ સ્થિર અને પ્રશાંત મન સદગતિનું પણ કારણ છે. કદાચ કાયબળ ઓછું હોવાથી કાયિકધર્મ ઓછો થાય, પણ અશક્ત કાથામાં ય, મન તે અવશ્ય બળવાન બની શકે છે, માટે અશક્ત દેહાવસ્થામાં પણ મનથી સુંદર ધર્મારાધન થઈ શકે છે. ધર્મને પરિપૂર્ણ કરવા માનસિક અનુમોદન (બધાનું) થવું જોઈએ. સોયમાં નહિ પરોવાયેલા ઉત્તમ પ્રકારના દેરાથી પણ ફાટેલું વસ્ત્ર સંધાતું નથી, તેમ કર્મક્ષયકારક ધર્માનુષ્ઠાનની અનમેદનામાં નહિ ભળેલા એવા મનથી આત્માને મેલ કપાતું નથી, આત્મશુદ્ધિ થતી નથી. માટે મનને સુકૃતમાં જોડવાને ખાસ પ્રયત્ન બાલ્યકાળથી જ થે જોઈએ. ઘર્મના સાધકને માર્ગદર્શન છદ્યસ્થ અવસ્થામાં સામાન્ય મનુષ્યને જ નહિ, પરંતુ મુમુક્ષુઓને પણ પિતાના મનમાં મૂંઝવણ પેદા કરનારા અનેક પ્રશ્નો, અનેક વાર ઊભા થાય છે. અને પછી તેવા મુમુક્ષુઓ પિતાના આસજને સમક્ષ એમ કહેતા સંભળાય છે કે, “અત્યારે મારે શું કરવું જોઈએ, એ મારે મન મોટી મૂંઝવણ છે.” આ. ૨૩
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy