________________
ભાવ-માહાસ્ય
૧૭૫
તીર્થંકર પરમાત્માની આજ્ઞા
શ્રી તીર્થંકર પરમાત્માએ, આપણાં બધાં ઉપર કરેલા ઉપકાનો કેઈ સુમાર નથી. તેમજ આજે તથા ભવિષ્યમાં પણ એમનાં ઉપકારની અમીવૃષ્ટિ, અનવરતપણે ચાલુ જ છે અને ચાલુ રહેવાની છે. માટે, શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જીવનમાં ખાસ અગ્રીમતા (Special priority) આપવી જોઈએ.
જે કાંઈ કરીએ તે, આજ્ઞાપાલનના ઉદેશપૂર્વક કરવાની જાગૃતિ કેળવવી જોઈએ.
દરેક કાર્યમાં વરચે શ્રી તીર્થંકર પરમાત્મા આવવા જોઈએ. પરમાત્માના ધ્યાનનું આલંબન ક્રિયા દ્વારા સાંપડે છે, માટે ક્રિયા કરવા યોગ્ય છે.
શ્રી તીર્થકર દેવની આજ્ઞાના પાલનની બુદ્ધિથી જે કાંઈ કરીએ છીએ, તે બધું ધ્યાન છે. માટે જે ધર્મકાર્ય કરવાનું હોય તે કરીને પછી વિશેષ ધ્યાન માટે પ્રયત્ન કરીએ તે ધ્યાન ફળે અને તે ધ્યાન કહેવાય.
મસ્તક જ્ઞાનનું સાધન છે, હદય ભકિતનું સાધન છે. ભાવ હૃદયમાં ઉત્પન્ન થાય છે. ક્રિયા શરીરમાં થાય છે.
દરેક ક્રિયામાં મન, વચન, કાયા વપરાય છે, એટલે ત્રણે યેગથી સાધના થાય છે. ત્રણ વેગથી ઓછા ગની સાધના “અધુરી” ગણાય છે.
આ સાધનાને બદલો લેવાની જે ઈચ્છા રહે છે, તે ન રહેવી જોઈએ. કારણ કે અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન રૂપ ધર્મ સાધના એ ઋણ (કર્મ) મુક્તિને ઈલાજ છે; એટલે ઋણ ચૂકવતાં ચૂકવતાં “બદલ” માગવા રૂપી નવું ઋણ કેઈ વિવેકી આત્મા પિતાને માથે ન જ ચઢવા દે.
હા, બીજા ઉપબૃહણ કરનારા હેય, તે વધારે ઉલ્લાસ રહે છે. બધા એવા મળે તે દરેક ધર્મક્રિયામાં ઉલ્લાસની માત્રા વધતી જ જાય છે. ભાવ આપવાનું છે.
બધાં જ ભાવ (Genuine Love or Inner good-will) માગે છે. જ્ઞાન નથી માગતા. માણસ માત્રને મુખ્ય જરૂર ભાવની છે, જ્ઞાનની તે પછી. ભાવની ભૂખ બધાને છે અને ભાવ આપતાં થાક લાગે છે. જ્ઞાન આપતાં (શિખામણ, સલાહ વગેરે) ભાગ્યે જ કેઈ થાકે છે.
હિતકર બાબત એ છે, કે જ્ઞાન લેવું અને ભાવ આપવો જોઈએ. પણ આપણે ઉંધું કરીએ છીએ. સવળીને બદલે અવળી ચાલ ચાલીને આત્મપ્રગતિ સાધવાને મિથ્યા પ્રયાસ કરીએ છીએ.