SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આત્મ–ઉત્થાનને પાયે બીજા માટે હું શા માટે કરૂં? એમાં મને શું મળે? આવા પ્રશ્નો વણિકબુદ્ધિમાં વણાયેલાં હોય છે. સમગ્ર સત્વના ઉત્થાનમાં અવરોધક આ બુદ્ધિની પ્રશંસા કરવાથી સર્વનું હિત કરનારી ધર્મબુદ્ધિની અવગણના થાય છે. માટે ધર્માનુસારી બુદ્ધિ કેળવવાની જરૂર છે. આ કેળવણીને મૂળાધાર “નમો ” છે, “ખ” છે, “દમ” છે, “શ” છે. ધમભેજનનું પરિણમન ધર્મ–ભજનનું જીવનમાં યથાર્થ પરિણમન થાય છે ત્યારે તમામ અધર્મો તરફ નફરત પેદા થાય છે. એ એનું પ્રથમ પરિણામ છે. “પરિણમન' (Realisation) તે લેહી છે. તેથી ચિત્તમાં અપૂર્વ આનંદ પ્રગટે છે. આનંદ તે “વીર્ય છે અને એમાંથી અનિર્વચનીય જે સમાધિ જમે છે, તે ઓજસ છે. જીવ કર્મથી બંધાએલે છે.” એ હકીકતનું પુનઃ પુનઃ ચિતન ધર્મજનની ભૂખ અંદરથી જગાડે છે. ધર્મ પરિણતિની કસોટી ધર્મ પરિણામ પામ્યાની કસોટી બે રીતે થાય છે. આંતરિક રીતે ચિત્તશુદ્ધિ અને બાહ્ય રીતે વ્યવહાર શુદ્ધિ. ચિત્તશુદ્ધિ પણ ન થાય અને વ્યવહાર શુદ્ધિ પણ ન આવે, તે તે ધર્મપાલન દ્રવ્યથી–નામ માત્રથી છે એમ સમજવું. જે ભોજન ભૂખ ન ભાંગે તેને ભજન કેમ કહેવાય? અર્થાત્ ન જ કહેવાય. ધર્મ પરિણતિ એટલે સમગ્ર મન સહિત સર્વ પ્રાણને આત્મસ્વભાવનો રંગ પૂરેપૂરો લાગી જ તે. આ રંગ તે હળદરીઓ નહિ, પણ ચાળ મજીઠીઓ, કે જે વસ્તુના વિલય પછી પણ ટકી રહેતું હોય છે. વસ્ત્ર ફાટી જવા છતાં ન ફીટે તે પાકે આ રંગ હોય છે. જેને સંગ જીવને નિસંગ બનાવે જ છે. ધર્મી છું. એવી સમજ ધરાવનારા સહુએ ઉક્ત કસેટીઓ દ્વારા પિતાની સમગ્ર જાતની કસોટી તટસ્થભાવે કરવી જોઈએ કે જેથી તેઓ કદી છેતરાય નહિંયા માયાચારી બનવાની ટુબુદ્ધિના દાસ બને નહિ. ધર્મનાં હેતુ સ્વરૂપ અને ફળ પ્રવૃત્તિરૂપ ધર્મનું સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવ છે. પરિણતિરૂપ ધર્મનું સ્વરૂપજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy