________________
ધર્મ અને ધાર્મિકતા
૧૫૯ પ્રકાશ હેવાથી તે પ્રકાશ સંપૂર્ણ મંડલ જેવો લાગે છે. અલક મંડળયુક્ત લકસ્વરુપ સિદ્ધ ભગવતીરૂપી ધર્મનાથના વિરાટ સ્વરૂપી ચરણમાં નિજ આત્મા નમસ્કાર કરતે અનુભવાય છે, ત્યારે જાણે વામન-વિરાટનું મિલન થતું હોય તેવું જણાય છે ભક્તિના પ્રકર્ષથી તથા સિદ્ધભગવંતનાં વિરાટ અનુગ્રહથી વામન વિરાટ સ્વરુપને પ્રાપ્ત કરે છે.
સિદ્ધ ભગવંતના અનુગ્રહની આ શક્તિ ઉપર જ્યારે અનન્ય શ્રદ્ધા થાય છે, ત્યારે તે કર્મ નિજામાં પ્રધાન કારણ બને છે. કર્મથી મુક્ત થવામાં સિદ્ધ ભગવંતને અનુગ્રહ એ પ્રધાન કારણ છે અને એ જ મુક્તિનો માર્ગ છે. ભગવંતના અનુગ્રહથી મુક્તિ અને નિગ્રહથી ભવભ્રમણ-એ ભક્તિને મર્મ ત્યારે જ સમજાય છે.
ધર્મ અને ધાર્મિકતા
ધર્મ એટલે ભગવાનની શોધ! માનવથી પરીકઈ અનંત સતસ્વરુપ રહેલું છે, એની એજ! ભગવાન અને માનવ વચ્ચે સંબંધને સેતુ સ્થાપ-એ ધર્મને મુખ્ય હેતુ છે.
ધર્મને પ્રદેશ કેવળ બુદ્ધિગમ્ય નથી. ધર્મના સ્વરુપમાં વિવેક, કલ્પના, તર્ક, નિર્ણય વગેરેને સ્થાન છે પણ તે ગણ છે.
ધર્મનું મૂળ સ્વરુપ જાણવા માટેનું પ્રધાન સાધન અપરોક્ષ અનુભૂતિ છે અથવા શ્રુતિ, પ્રેરણા, દષ્ટિ, શ્રદ્ધા વગેરે છે.
ધર્મને જીવન વ્યવહારમાં ઉતારવા જતાં વચ્ચે આચાર પરંપરા વિધિ વગેરે માધ્યમની જરૂર પડે છે અને તે પણ ધર્મના નામથી જ ઓળખાય છે.
ધર્મને સક્રિય બનાવનાર પ્રધાન શક્તિ શ્રદ્ધા છે. માનવના ચૈતન્યથી પર, જે સક્રિય શક્તિઓ છે, તેને પાર્થિવ ભૂમિકામાં પ્રગટ થવાની શક્યતા શ્રદ્ધાને લીધે પ્રાપ્ત થાય છે. એવી શ્રદ્ધા ધારણ કર્યા વિના એ શક્તિઓને આવિર્ભાવ લગભગ અસંભવિત બની જાય છે. બુદ્ધિની બધી શંકાઓને ઉત્તર આપવાની શ્રદ્ધા “ના” પાડે છે. એથી સાબિત થાય છે કે બુદ્ધિથી અય એવી કઈ સત્યની આંતર-પ્રતીતિનું નામ જ શ્રદ્ધા છે. ધાર્મિકતા
ધર્મ અને તેનું વ્યક્ત સ્વરુપ ધાર્મિકતા એ બંને જુદા હોવા છતાં, એકબીજાથી સર્વથા અલગ રહી શક્તા નથી.
માનવ-પ્રકૃતિમાં જે નિમ્ર ભૂમિકાનાં કારણે રહેલાં છે, તેની એક પ્રકારની શુદ્ધિ ધાર્મિકતાથી જ થાય છે. માનવના સ્વભાવમાં રહેલી કેટલીક પાશવતાઓ ધાર્મિકતા વડે નિવારી શકાય છે અને તેને જ્ઞાનતિ વડે પ્રગટ કરી શકાય છે.