SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા એ પરમ ધર્મ ૧૫૩ સમ્યગ્દર્શન એ ન્યાયની રુચિ છે, સમ્યજ્ઞાન એ ન્યાયને અવધ છે, સમ્યકચારિત્ર એ ન્યાયનો અમલ છે. ન્યાયનો ભંગ એ માર્ગનો ભંગ છે અને માર્ગને ભંગએ શિક્ષાને પાત્ર છે. અહિંસાથી બીજા જીવોને ન્યાય મળે છે, સંયમ અને તપથી પોતાના આત્મા પ્રત્યે ન્યાયભર્યું વર્તન થાય છે. ન્યાયને અનુસરનારો સમતા સુખને પામે છે. ન્યાયબુદ્ધિ વિષય સુખ પ્રત્યે વૈરાગ્ય જગાડે છે અને મોક્ષ સુખ પ્રત્યે અનુરાગ જગાડે છે. આહિંયની સત્તા વિશ્વવ્યાપી છે, એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેમાં મહાન્યાયની જ પ્રશંસા છે. તાત્પર્ય કે ન્યાય એ ધર્મ છે. ક્ષમા એ પરમ ધર્મ સહન કરવું એ વિજય છે. પ્રતિકૂળતાના સ્વીકારમાં સાધુતા છે, સામનામાં નહિ, પાપના ધિક્કારમાંથી દુઃખને સહવાની તાકાત આવે છે. દુઃખના ધિક્કારમાં પાપને તિરસ્કાર ભૂલી જવાય છે. એક દુખ ટાળવા જતાં સેંકડો પાપ કરવા પડે છે. એક પ્રતિકૂળતાને વધાવી લેવાથી સેંકડે પાપથી મુક્ત થવાય છે. પાપની જુગુપ્સા પ્રતિકૂળતાને સહવાની શક્તિ આપે છે. જે સહે તે સાધુ અર્થાત્ પ્રતિકૂળતામાં સાધુતા રહેલી છે. સાનુકૂળતા ઓઢીને ફરવાની એષણ, સાધુતાના સત્ત્વને ભરખી જાય છે. આજ્ઞા બહુમાનમાંથી પાપ જુગુપ્સા જાગે છે અને પાપ જુગુપ્સામાંથી દુઃખ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલી આ શક્તિ સાધકના સમગ્ર મનમાં “દુઃખ મને મંજૂર છે. પાપ હરગીઝ નહિ, એ દઢ સંકલ્પ પેદા કરે છે. આશા બહુમાન સહવું તે જ જ્ઞાન, તપ, જપ, પૂજા અને ભક્તિ છે. કેમકે સહવામાં આજ્ઞાનું બહુમાન છે. ખામેમિ સવ્ય જીવે..!” સૂત્ર આજ ભાવથી ભરેલું છે. કર્મ ગ્રસ્ત છના અપરાધો સમભાવે સહવામાં જ સાચી ક્ષમા છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ !” એ સૂત્ર માર્મિક છે. આ. ૨૦
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy