SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આત્મ-ઉત્થાનને પાયે એ સાધુધર્મને પ્રાપ્ત કરવાને પરિણામ એ ગૃહસ્થ ધર્મ છે. એને દેશવિરતિ ચારિત્રધર્મ કહે છે. 'साधुधर्माभिलाषारूप आत्मपरिणामः श्रावकधर्मः।' સાધુધર્મ પાળવાના અભિલાષરૂપ આશય જેમાં છે, તે શ્રાવકધર્મ છે.” સર્વજીના હિતના આશયરૂપ અમૃત છે લક્ષણ જેનું, એવો આત્મપરિણામે તે સર્વવિરતિ ચારિત્રધર્મ છે. આ પરિણામને આત્મામાં સ્થિર રાખવા માટે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયાની જરૂર છે. સર્વજીવહિતભાવના પ્રાણીમાત્રના કલ્યાણની, હિતની ભાવના, હિતને આશય અથવા સર્વ જીવોને દુઃખમુક્ત કરી, પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનો આત્મામાં રહેલો જે ભાવ, તે ભાવની શુદ્ધિ અને પુષ્ટિ માટે શાસ્ત્રમાં દશ પ્રકારને ચારિત્રધર્મ ઉપદે છે. આ અમૃત પરિણામ ત્યારે જ ટકે કે જ્યારે શુદ્ધ રીતે દશ પ્રકારના ચારિત્રધર્મનું પાલન જીવનમાં હોય. જેમ કે જે સમાગુણ હોય તે જ સર્વ પ્રાણાવિષયક કલ્યાણને ભાવ ટકી રહે અને જો ક્ષમા ગુણ ન હોય તે અપરાધી ઉપર કેપ થાય અને તેની સાથે જ તે શુદ્ધભાવ તૂટી પડે. તેવી રીતે જે માર્દવ, માનત્યાગ હોય તે જ ક્ષમા રહી શકે. માખણ જેવી મુલાયમ નમ્રતા, હૃદયને આ પરિણામ હય, તે જ માઈવ-નમ્રતા ટકે અને તે ટકે તે જ ક્ષમા ટકે. સાથે જે સંતોષ હોય તે જ સરળતા ટકી શકે. સંતેષ ન હોય તે માયા કરવાનું મન થાય જ. તે રીતે દશેય પ્રકારને ચારિત્રધર્મ, એ સર્વ પ્રાણીવિષયક હિતચિંતાનો વિશુદ્ધ. અમૃત-લક્ષણ પરિણામ ટકાવવા માટે જ જાયે છે. દશેય પ્રકારના ધર્મમાં એ રીતની વ્યવસ્થા શ્રી તીર્થકર દેવોએ ગોઠવેલી છે અને તે વ્યવસ્થાથી તે ભાવ સ્થિર રહે છે. સમગ્ર વિશ્વવિષયક હિતચિંતાને એ ભાવ દશ પ્રકારના ધર્મના આંશિક કે પરિપૂર્ણ પાલન વડે સ્થિર રહેતે હેવાથી, એ ધર્મને લીધે જ સમગ્ર વિશ્વવ્યવસ્થા એક પણ નિયમને બાધા પહોંચાડ્યા વિના ચાલી રહી છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્મા, શ્રી ગણધર ભગવતેના આત્મા, શ્રી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતના આત્મા, સર્વ પ્રાણીવિષયક હિતચિંતાના ભાવથી ભરેલા છે અને એ ભાવની રક્ષા ખાતર, સતત દશ પ્રકારના ચારિત્રધર્મનું તેઓ પાલન કરી-કરાવી રહ્યા છે. તેથી તે ભાવ સમગ્ર વિશ્વમાં સતત વ્યાપેલે રહે છે. અને
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy