SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આત્મ-ઉત્થાનને પાયો જૈનધર્મ, પરમાત્માને પૂર્ણ અને શુદ્ધ જ્ઞાનમય, પરમ આત્મભાવને પામેલા માને છે અને એ ધર્મ, પરમાત્મા–જગતને વિશ્વતત્વને પ્રકાશ કરે છે, તેમ સ્વીકારે છે, અર્થાત્ જેનધર્મ પરમાત્મભાવ પામવા માટે પરમાત્માને ભજવાને સાચે માર્ગ બતાવે છે. પરમાત્મભાવ પામવાનો સાચે માર્ગ બહિરાત્મભાવમાંથી નીકળી અંતરાત્મભાવમાં આવવું અને અંતરાત્મભાવમાં સ્થિર થઈ પરમાત્મભાવનું અંતરમાં ભાવન કરવું તે છે. તે માટે તપ, ત્યાગ, સંયમ અને મેગ્યાદિની સાધનામાં નિમગ્ન રહેવું, એ સાધનાનાં માર્ગદર્શક તરીકે પરોપકારી પ્રકાશ-પ્રદાયક તરીકે પ્રભુને હૃદયમાં સ્થાપન કરવા. હિંસાદિ પાપને પાપ ન માનવું તે મિથ્યાત્વ. પાપની છૂટ હોવી એ રાખવી તે અવિરતિ તથા દુષ્ટ એવા પ્રમાદ, કષાય અને યોગ તે કર્મબંધનનાં હેતુ છે. શ્રી જિનેશ્વર દેવેની આજ્ઞા તેનાથી બચવાને માર્ગ બતાવે છે, માટે તે કલ્યાણકારી છે. શ્રી જિનાજ્ઞાપાલનના અધ્યવસાયથી હિંસાદિ આશ્રોથી બચવા રૂપ લાભની સાથે પરોપકારી શ્રી જિનેશ્વરદેવને અત્યંત વિનય–બહુમાન થાય છે, તે નિર્જરોને હેતુ છે. શ્રી જિનાજ્ઞાપાલનના અધ્યવસાયથી અશુભને સંવર અને વિનય વડે વિપુલ કર્મ નિર્જરા સધાય છે. વિનયમૂલક ધમ મનુષ્યને માન–કષાય દુર્નિવાર છે, તે આઠેય પ્રકારના કર્મોને બંધ કરાવે છે. યેગ્યને વિનય, તે માન-કલાષને પ્રતિકાર હોવાથી વિનયને આઠ કર્મોને ક્ષય કરાવનાર પરમ ગુણ તરીકે વર્ણવ્યા છે. એક વિનયગુણમાં, મહામહનીય આદિ દુષ્ટ કર્મોને ક્ષય કરવાનું સામર્થ્ય છે. તેથી “વિનામૂટો ધમો’ એ શાસ્ત્રવચન છે. શ્રી જિનાજ્ઞા પાળવાથી આ વિનય પળાય છે. શ્રી જિનાજ્ઞાને ભંગ કરવાથી, અવિનય, ઉદ્ધત્તતા, ઉડતા અને અશુભ કર્મોની પરંપરા વડે આત્મા લેપાય છે માટે શ્રી જિનાજ્ઞા, સર્વકાળ અને સર્વક્ષેત્રમાં આરાધ્ય છે, ઉપાદેય છે. આણુએ ધમે આજ્ઞા એટલે સ્વરછંદને પરિત્યાગ. ઈચ્છા સ્વાતંત્ર્ય એ જીવમાત્રને પ્રથમ ગુણ છે. તે સ્વાતંત્ર્યને ઉપગ, જ્યાં સુધી સ્વમતિને અનુસરવામાં થાય છે, ત્યાં સુધી સંસાર છે. અર્થાત્ જીવનું સંસારભ્રમણ ચાલુ રહે છે અને તેને ઉપગ આજ્ઞા એટલે સર્વજ્ઞ મતિને અનુસરવામાં થાય,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy