________________
૧૧૪
આત્મ-ઉત્થાનનો પાયો
અહિંસા-સંવર, નિર્જરાનું મૂળ જીવરાશિ પ્રત્યેના સ્નેહને પરિણામ. એ અહિંસાનું મૂળ-નેહ પરિણામનું મૂળ ચૈતન્યને સ્વભાવ અભેદ પરિણતિરૂપ છે.
જીવને ભેદ અપ્રિય છે. અને અભેદ પ્રિય છે. માટે અભેદની સાધના એ ધર્મ છે, ભેદ વધારે, અંતર વધારે, તે અધર્મ છે. અને માટે જ અભેદભાવમૂલક શ્રી નમસ્કાર એ સમગ્ર કૃતને સાર છે.
જુઓ સિદ્ધશીલા ઉપર પરમ વિશુદ્ધ આત્માઓ કેવી રીતે બિરાજેલા છે ? પરસ્પરને અવગાહીને જ ને? આ અવગાહનામાં અંતરાયભૂત સર્વકર્મજન્ય ઉપાધિઓ મિથ્યાદષ્ટિ યા ભેદદષ્ટિના મૂળમાં રહેલી છે.
તેનો નાશ કરનાર નમો અરિહંતાણું છે.
સવ–સમર્પણભાવની આરાધના ભવક્ષય-વાસનાક્ષય માટે ધ્યાનાદિની પ્રબળ આવશ્યક્તા છે, તેમજ જીવનમાં સદ્દગુણોની પણ મટી આવશ્યક્તા છે. તેના વિના જીવન જળ વિનાના સરવર જેવું સુકું ભઠું બની જાય.
સદ્દગુણ અને ધ્યાનાદિન સુપ્રભાવે જીવનમાં સંતપણું પ્રગટે છે. સંતપણું એટલે - સદગુણ, સંયમ, પરોપકાર, વિશાળ હૃદય, ઈશ્વરપરાયણતા. સંતપણું પ્રગટાવવા માટે વિવિધ અંગેની જરૂરિયાત છે.
સંજોગવશાત્ અજ્ઞાનવશાત્ યા વાસનાવશાત્ બાહ્ય પ્રવૃત્તિઓ રહેવાની. પણ આત્મજ્ઞાન એ જ જીવનનું મુખ્ય લક્ષય રહેવું જોઈએ. આ જીવનમાં તે ન થયું, તે આવી સુંદર તક ફરી કયારે મળશે?
તેને માટે વ્યાકુળતા જોઈએ. તે સિવાય બાહ્ય પ્રવૃત્તિઓ વચ્ચે નિલેપતા ટકાવી મુકેલ છે.
દેવ-ગુરુની કૃપા એ જ સાચું શરણું છે. તેને સમર્પિત થઈને ચાલવાથી આત્મવિકાસની સાધના માટેની સામગ્રી, તે પિતે જ મેળવી આપે છે.
નિર્વિચાર દિશામાં શાંતિ મળે પણ આત્મામાં પરમાત્માના તાદાભ્યનો અનુભવ તે સમર્પણભાવથી જ થાય. પરમાત્માના સાન્નિધ્યના અનુભવમાં શાંતિ, શક્તિ અને ભક્તિ ત્રણે વસ્તુ સમાઈ જાય છે.