SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ માધ્યથ્યને મહિમા માધ્યશ્યને મહિમા શ્રી જિન પ્રવચન માધ્યશ્ય રસથી છલછલ છે, કેમ કે તેના પ્રરૂપક પરમ મધ્યસ્થ શ્રી જિનેશ્વરદેવ છે. નાનો વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે, તેમ કમં પ્રકૃતિને વિચાર પણ મધ્યસ્થતાને ઉત્પન્ન કરે છે. કર્મવિપાક-ચિંતનથી પણ જીવ મધ્યસ્થ બની શકે છે. સર્વ અનુષ્ઠાને કર્મક્ષયને ઉદ્દેશીને અથવા પ્રભુ આજ્ઞાપાલન હેતુઓ કરવામાં આવે છે, તે સર્વ અનુષ્ઠાનનાં ફળો પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ જાગે છે. કર્મક્ષયના ઉદ્દેશથી થતું અનુષ્ઠાન, શ્રી સિદ્ધ ભગવંતને અર્પણ થાય છે અને આજ્ઞા પાલનના હેતુથી કરવામાં આવતું અનુષ્ઠાન, શ્રી અરિહંત ભગવંતને અર્પણ થાય છે. આ નિષ્કામ ભાવને જ અન્ય દર્શનના મતે ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય છે. પ્રત્યેક અનુષ્ઠાન વખતે જે ચિત્ત-રતનમાં શ્રી તીર્થકર ભગવંતનું અધિષ્ઠાન થાય છે, તે સર્વત્ર માધ્યશ્યની સિદ્ધિ સુલભ બને છે. શ્રી જિન પ્રવચનમાં જીવાદિ નવ ત, અનિત્યાદિ બાર ભાવનાઓ. સર્વ પ્રકારના ધર્મો અને નિયમે, સર્વ શાસ્ત્રો અને સર્વ સન્ક્રિયાઓ વગેરેનું લય જીવને મધ્ય-રાગદ્વેષરહિત બનાવવા માટે છે. શ્રી વીતરાગ ભગવંતની મુદ્રા પણ મધ્યસ્થ ભાવની દ્યોતક છે. ઉલ્લંગમાં રામા નથી અર્થાત્ હદયમાં રાગ નથી, અને હાથમાં શસ્ત્ર નથી અર્થાત્ હૃદયમાં ઠેષ નથી. એ જ વસ્તુ માધ્યશ્મની ઘોતક છે. | શ્રી નવકાર મહામંત્ર પણ માધ્યશ્યમય છે. તેમાં શ્રી પંચ પરમેષ્ઠીએાનું સમરણ છે, કેમ કે તેઓ પૂજ્ય છે. પૂજ્યતા મધ્યસ્થભાવ વિના આવતી નથી. આ રીતે મધ્યસ્થભાવના પણ શ્રી નવકારનો સાર છે, તેથી પરંપરાએ તે ચૌદ પૂર્વને પણ સાર બને છે. અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે ધર્મો પણ મધ્યસ્થતાના વિવિધ પ્રકારો છે. હિંસામાં સ્વાર્થ અને વૈર હોય છે. સ્વાર્થ એ રાગ અને વેર એ છેષ છે. અહિંસામાં તે બંનેને અભાવ છે. જે રાગ અને દ્વેષ હોય, તે જ અસત્ય બોલાય છે. સત્ય વચન વખતે તે બંનેને અભાવ છે. માધ્યશ્ય વિના શ્રેષ્ઠ જીવન સંભવતું નથી જ્યાં જ્યાં માથથ્યને ભંગ થાય છે, ત્યાં ત્યાં ફલેશ, ભય, રાગ અને શેક વગેરે ઊભા થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy