SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ મિથ્યાદિ ભાવો મહિમા શમ એટલે કષાયેને ઉપશમ ક્રિોધ, માન, માયા અને લેભ એ ચાર મુખ્ય કષાય છે. આત્મિક ગુણેના રસકસનું સતત શેષણ આ કષાયે કરતા રહે છે. જીવમૈત્રીના મૂળમાં અંગારારૂપ આ કષાને ઉપશમાવવા માટે જિનભક્તિ એ સબળમાં સબળ સાધન છે. રાગ અને દ્વેષ –એ બંને દેને સમૂળ ઉછેદ કરવાની અપ્રતિમ શક્તિ, જિનભક્તિના પ્રભાવે આત્મામાં જાગે છે. એટલે કે ધાદિ કષાનું સ્થાન ક્ષમા, નમ્રતા આદિ લે છે. આ રીતે શમ, મૈત્રીનો મિત્ર બનીને આત્માનું સુંદર ચિત્ર ઉપસાવે છે. શમનો વિકાસ સંવેગને જન્માવે છે. સંવેગ એટલે મેક્ષાભિલાષ કર્મ-પારતવ્યથી મુક્ત થવાની તમન્ના. જગતના નું દુઃખદર્દ ભર્યું ચિત્ર, છના મિત્રને ખરેખર ખટકતું હોય છે. એટલે તે તે પોતે સર્વ કર્મથી મુક્ત થઈને, જગતના જીવને પણ પિતા તરફથી પહોંચતી પીડાથી મુક્ત કરે છે. સાચે સંવિગ્ન આત્મા સંસારમાં પણ એ રીતે રહે છે, જે રીતે જળમાં કમળ રહે છે. | સંવેગ પરિપક્વ થાય છે એટલે તેમાંથી નિર્વેદ જન્મે છે. નિર્વેદ એટલે ભવ વિરક્તિ - ભવવાસ સાચે જ દુસહ્યા છે. તેમાં દુખનો પાર નથી. પરાધીનતાને સુમાર નથી. કાંટાળી સેજ કરતાં પણ ભવવાસ વધુ દુઃખદ છે. ભવનો રાગ સ્વપ૨ ઉભયનું અહિત કરે છે. જેમાં જીવ, અત્યંત પ્રયત્ન કરીને માંડ-માંડ અપ કાલિન સ્વ-સ્થતાનો અનુભવ કરી શકે છે, અને પછી તરત અસ્થિર ગો ભાગ બની જાય છે, એવા ભવનમાં ભટકવાનું ક્યા સ્વમાની શુરવીરને ગમે? સવમાની-શૂરવીરને આ પરાધીનતા ગમે કે ન ગમે, તે પણ જીવોના સહૃદયી મિત્રને તે આ પરાધીનતા કેઈ પણ સંગમાં આવકાર્ય નથી જ લાગતી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy