SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનનો પાયે કરૂણાભાવનું સામર્થ્ય કરૂણભાવનું સામર્થ્ય બે પ્રકારે કાર્ય કરે છે. એક છે, જે જીવમાં કરૂણાભાવ પ્રગટે તે જીવમાં “પાપાકરણ નિયમ” પ્રગટાવે છે, અને બીજું, જે છ ઉપર કરૂણ પ્રગટે છે તે જોનાં ચિત્તમાલિત્યની નિવૃત્તિ કરે છે. તે જીવે ત્રણ પ્રકારનાં હોય છે. શત્રુ, મિત્ર અને ઉદાસીન. એ ત્રણે પ્રકારનાં જમાં રહેલી, અપરાધ કરવાની વૃત્તિ દૂર થાય છે. ભગવાન શ્રી મહાવીરસવામીની કરૂણાએ ચંડકૌશિક સપનાં અપરાધની નિવૃત્તિ કરી હતી. એ દષ્ટાંત છે. પ્રભુનાં અતિશયેનું રહસ્યભૂત તત્વ પણ મિત્રી આદિ ચાર ભાવનાસ્વરૂપ પ્રભુની અદભુત સંપદા છે, એમ શ્રી વીતરાગતેત્રના ત્રીજા પ્રકાશના અંતે, મૂળકાર, ટીકાકાર અને અવચૂર્ણિકારે સ્પષ્ટ કહેલું છે. પ્રમોદભાવનું સામર્થ્ય પિતાનાં હજાર અવગુણને અવગણીને પણ માનવી પોતાના નાનકડા ગુણને આગળ કરીને હરખાતે હોય છે. તેમ જે માનવીના હૃદયમાં પ્રમોદભાવ પ્રગટે છે. તે પરનાં નાનકડાં પણ ગુણની પ્રશંસા કરે છે. આ પ્રશંસા એ પ્રમાદનું વ્યક્ત સ્વરૂપ છે. આ પ્રમોદભાવ જેના હૈયામાં હોય છે. તે પોતે સુકૃતશાળી બનીને, પ૨માં સુકૃતકરણની વૃત્તિને જગાડવાનું સુકૃત પણ કરતે હોય છે, જે વ્યક્તિના જીવનના મૂળમાં મિત્રીને અમી સિંચાયેલ હોય છે, તે પ્રમોદ, કરૂણા અને મધ્યચ્ય ભાવની પાત્રતા પ્રગટાવીને વ–પર શ્રેયસ્કર જીવન જીવી જાય છે. માયણ્યભાવને પ્રભાવ હિંસા, ચેરી, જુઠ આદિ પાપો ભયંકર છે. એવાં પાપ કરીને પિતાના આત્માને કલંકિત કરનારા છ તરફ જેમને માથરશ્યભાવને બદલે, ધણા યા તિરસ્કાર જાગે છે; તેમને જીવમત્રીને સ્પર્શ થયે હેત નથી, નહિંતર પિતાનાં સંતાનની કસુરને જે અખે એની માતા જુએ છે—એ જ આંખે જોવાની સહજ વૃત્તિ જીવમૈત્રી વાસિત હૈયાવાળા જીવને થવી જોઈએ. પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ અનુકંપા યુક્ત માધ્યરચ્યભાવ જાગવાથી, સ્વભૂમિકાની પુષ્ટિ થવા ઉપરાંત પાને એટલે કે તેવા પાપીને પણ પાપ નહિ કરવાની સદ્દબુદ્ધિ જાગે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy