SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનનો પાયો તેમાં પહેલા પાત્રનું સ્થાન, પદાર્થ વિજ્ઞાન માંગે છે. પદાર્થ વિજ્ઞાન કહે છે કે, વિશ્વ સદા પરિપૂર્ણ છે. તે પાત્રની પૂર્તિ સદા કર્યા જ કરે છે. એ પાત્રની સેવા ઉપાસના, પર્થપાસના માટે યોગ્યતા પ્રાપ્ત કરવી, તે આપણું પોતાનું કર્તવ્ય છે. ભક્તિરૂપી બીજ વાવવા માટે સર્વોત્તમ પાત્ર શ્રી અરિહંત પરમાત્મા છે, કેમકે વિશ્વવત્સલ પ્રકૃતિનું પરમ પ્રયજન સિદ્ધ કરવામાં જ તેઓનું સર્વસ્વ, સર્વોત્કૃષ્ટ પ્રકારે ખર્ચાય છે, સાર્થક થાય છે. તે પ્રકારનું નામ દાન અને દયા છે. કાન-વ્યસનીપણું -એ તેઓશ્રીના અનંત ગુણેમાં મેખરે છે. અને પરમ દયાને તે તેઓશ્રી પર્યાય છે. એટલે દાન દયામય જીવન ઘડવા માટે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ જરૂરી જ નહિ, બલકે અનિવાર્ય છે. પોપકારની પ્રધાનતા પરોપકાર માટે જ આ માનવશરીર મળેલું છે શક્તિ સંગ હોવા છતાં પરોપકાર વિનાનું જીવન જીવનાર મહાપાપી છે. પરોપકારના રંગથી રંગાવામાં માનવજીવનની સફળતા છે. અન્ય પ્રાણીઓ અનિચ્છાએ પરોપકાર કરે છે. કેઈપણ સ્થિતિ કે સાગમાં પોપકાર કરવો એ જ પ્રધાન કાર્ય છે. દરેક જીવ, પારકાના ઉપકારમાં ફાળો આપવા બંધાયેલ છે. જે ન આપે, તે તે વિશ્વવિદ્યાનને અપરાધી ઠરે છે. એ વિધાન બતાવનારને દ્રોહ કરે છે. એના કટુ વિપાક એને ભોગવવા પડે છે. તેનાથી બચવા માટે “પોપકારના પ્રબળ નિયમને” આધીન રહેવું જોઈએ. પર પકારની રીત પશુ કરતાં માનવની. અને માનવ કરતાં મુનિઓની તથા ગૃહસ્થ કરતાં ગીઓની જુદી જુદી હોય છે. તેના કમને પણ ભંગ ન થવો જોઈએ. અન્યથા પિતે ઉપકરણ બનવાને બદલે અધિકરણ બને છે. નાના બાળકને ઉપકાર કરવા માટે, ધાવણના સ્થાને અન્ન આપીએ, તે ઉપકાર ન થાય. તેમ ગૃહસ્થનું કાર્ય સાધુ કરે અને સાધુનું કાર્ય ગૃહસ્થ કરે, તે અનર્થ થાય. ધનવાન ધનથી, બળવાન બળથી, અને મેધાવી મનથી પોપકાર કરી શકે છે. બધાંની પાસે એક જ પ્રકારના સાધન હવા અસંભવિત છે. પાંચમા ગુણસ્થાનક સુધી પ૫કારમાં વસ્તુની પ્રધાનતા છે. છઠ્ઠા ગુણસ્થાનકથી અધ્યવસાય અને ભાવની પ્રધાનતા છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy