SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને ભાવના ૬ પોતાની જાતને સુધારવા માટે નમસ્કારભાવ, ક્ષમાપનાભાવ, સકળસહિતને ભાવ કે તેને અનુમોદનને ભાવ આવશ્યક છે. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન મળ્યું છે. ચૂલિકા સહિત તેને મહાશ્રુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે, તેમાં ભવ્યત્વ પરિપાક કરવાનાં, જીવની યેગ્યતા વિકસાવવાનાં સઘળાં સાધને જાણે એકસાથે ગૂંથી લેવામાં આવ્યાં છે. તથા જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન યોગ્યતા, જેને શાસ્ત્રકારે સહજ ભાવમળ કહે છે, તેને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એકસાથે થઈ જતું અનુભાય છે. યેગ્યતા વિકસાવવાને ઉપાય પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત શ્રી અરિહંતાદિ ચારને નહિ નમવાથી (અનન્યભાવે તેમના શરણે નહિ રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારના ભરોસે-શરણે રહેવાથી) જીવની અપાત્રતા, અયોગ્યતા, ભવભ્રમણુશક્તિ વધે છે, તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને શ્રી અરિહંતાદિ ચારને અનન્યભાવે શરણે રહેવાથી મુક્તિગમનની યોગ્યતા વધે છે. સદ્દગુણ-વિકાસ અને સદાચાર-નિર્માણ આપોઆપ થાય છે. શ્રી નવકારમાં નપદ દુષ્કતગહર અર્થમાં, “અરિહં"પદ સુકતાનુદન અર્થમાં અને “તાણું'પદ શરણગમન અર્થમાં તથા ચૂલિકાનાં પહેલાં બે પદ દુષ્કૃતગહ અર્થમાં અને છેલ્લાં બે પદ સુકૃતાનુમોદન અર્થમાં લઈ શકાય છે. એ રીતે ભાવપૂર્વક, હેતુપૂર્વક અને ઉપગપૂર્વક શ્રી નમસ્કારનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તે જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે. ભાવધર્મની સિદ્ધિ માટેનાં ચાર અંગે આ પ્રકારે કહ્યા છે: ૧. રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ, ૨. તેમની સેવા-પરિચર્યો. ૩. સર્વના શુભ માટેની જ એક ચિંતા તથા ૪. ચતુતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુસા. १. तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । નોરતાં જોવું, માનુણોતધારિત છે –ગદષ્ટિ સમુચ્ચય કલેક. ૨૨૨ २. स्वापकर्षबोधानुकूलो व्यापारः नमस्कारः । रत्नत्रयधरेप्वेका भक्तिस्तत्कायकम च । શુમૈવિસ્તા, હંસાનુકુન્ના રેતિ ભાવના –ત્રિ.શ. પુ. ચરિત્ર, પ્રથમ પર્વ, કલેક ૧૫
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy