SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની સાથે કઈ માગ દેખાડનાર શ્રેમી ન હતું. તેઓશ્રી એકલા જ હતાં. તેમણે ૧રા વર્ષ ને ૧૫ દિવસ સુધી ઘેર તપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જગતના જીવને દુઃખી જોઈને હૈયામાં કરૂણા વસી. પછી જ ધર્મને ઉપદેશ આપે અને લોકોને કલ્યાણને રાહ બતાવ્યું. કર્મને લીધે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મ રહિત દશા પ્રાપ્ત થતાં પરિભ્રમણ અટકી જાય છે. જે જન્મ મરણથી થાકી ગયા હોય, જેને સંસાર દુઃખમય લાગ્યું હોય તેને આ ધર્મના માર્ગે આવવાની જરૂર છે. જીવ જેવા કર્મ કરે છે એવાં એને ફળ મળે છે. તે કરેલાં કર્મનું ફળ ગમે ત્યારે, ગમે તે સ્થળે અને ગમે તે ભવમાં ભેગવવું પડે છે. પાંચશે ગાયના ટોળામાં વાછરડું એની માને ઓળખી કાઢે છે, તેમ કર્મ કર્તાને જ્યાં હોય ત્યાંથી ગોતી કાઢે છે. જ્ઞાની પુરુષ કહે છે જે તને બહારનાં પદાર્થોમાં સુખ દેખાય છે એ ક્ષણિક છે. એ સુખ કાયમી નથી. સંસારના ભાવેને નિહાળે, અને ઊંડાણથી વિચારે તે તમને ખ્યાલ આવશે. ભગવાને જે વાણી પ્રરૂપી છે તેને હાથમાં અપનાવે. જે વાણી ઝીલી શકે છે, એ પિતાનું જીવન સુધારી શકે છે. કોઈ માણસ જમે અને કહે કે મારી ભૂખ ન મટી, હું ભૂખે છું એ બને નહિં. પાણી પીવે છતાં કહે હું તરસ્ય છું એ બને નહિ તેમ વીતરાગની વાણી મળી છે. એ વાણુંનું પાન કરે અને શાંતિ સમાધિને અનુભવ ન થાય એવું બને જ નહિ. આપણા મહાન પુણ્યદયે મહામૂલું શાસન મળ્યું છે, આપણે એ માર્ગે ચાલવું જોઈએ. વીતરાગ વાણી ઝીલવા માટે પહેલાં નમ્રતાની જરૂર છે. છેકરે પહેલાં એક શીખવા જાય ત્યારે પાટીમાં લીંટા હોય તે ભૂંસી નાખે છે. પાટીને સ્વચ્છ કરી પછી એકડો લખાવે છે. એમ તમે ધર્મક્રિયા કરે તે પહેલાં તમારા હૃદયમાં રહેલી મલિનતાને દૂર કરી હૃદયને સ્વચ્છ બનાવે. વીતરાગ વાણીને સમજવી હોય તે ક્રોધને કાઢ પડશે, કષાયને પાતળા કરવા પડશે. એક પેઢીમાં એક માણસને નોકરી ઉપર રાખે. શેઠને નેકર ઉપર ખૂબ વિશ્વાસ હતું તેથી પેઢીને બધે કારભાર નેકરને સેંપતા ગયા. અને પોતે મોજ-શોખમાં પડી ગયા. નેકર ઉપરથી પ્રમાણિકતાને ડોળ કરતે પણ અંદરમાં કુડકપટ કરી પિતાનું ઘર ભરત. આ બધું કામ એટલી સિફતથી કરતો કે શેઠને તેની ગંધ પણ ન આવે. આ બધાનું પરિણામ એ આવ્યું કે શેઠની પેઢી ધીમે ધીમે ઘસાતી ગઈ. અંતે દિવાળુ ફેંકવાને સમય આ. શેઠ હવે જાગૃત થયાં. ચેપડા હાથમાં લીધા. ખાતા સંભાળવા લાગ્યા. નેકરના કારસ્તાનની ગંધ શેઠને આવી ગઈ એટલે નેકરને રજા આપી. શેઠે પોતાની કુનેહબુદ્ધિથી થોડા વખતમાં પિઢીને તરતી કરી દીધી, પેલે નેકર ફરીથી નેકરી માટે આવે તે શેઠ તે નેકરને વગર પગારે પણ રાખે ખરા? ન રાખે. કારણ કે શેઠ સમજી ગયા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy