SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ. ભીખ માગું! અનંતજ્ઞાન-દર્શન–વીર્ય-ક્ષમા-સંતેષ, નમ્રતા મારા આત્મામાં ભરેલા છે, આત્માના ગુણની કિંમત હૃદયમાં અંકિત થઈ છે? જે થઈ હોય તે સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા છોડી ધર્મકથા કરતાં શીખ આ બધી વિકથા છે. વિકથામાં ખાવાપીવામાં અમુલ્ય સમય વેડફાઈ જાય છે. તેને વિચાર આવે છે? આત્મા તે અણુહારકપદને સ્વામી છે. પણ તમારે કેટલી વાનીઓ ખાવા જોઈએ છે? શાક જોઈએ. ચટણ જોઈએ. પાપડ જોઈએ. આના વગર ન ચાલે. કેટલી જાતનાં અથાણું થાળીમાં ભરો છે? જે તે બધું ખાધા કરવું તે રાક્ષસ જેવી વૃત્તિ છે. દાળ તથા રોટલાથી પણ પેટ ભરાય છે. માત્ર દેહને પોષણ આપવા માટે જ ખાતા હોય તેને તે કેઈપણ વસ્તુથી ચાલે. અનેક જાતની વાનગીઓ-મિષ્ટાન રસેંદ્રિયને પોષવા માટે ખાય છે. સાધુને પણ વહેરવા જવું પડે છે. ગણધરને પણ વહેરવા જવું પડે છે. પણ તે આહાર કરવા બેસે ત્યારે વિચારે કે ભૂખને સંતોષવા માટે પેટમાં નાંખવું પડે છે. સાધુ સ્વાદ માટે ન ખાય. આહાર કરતાં કરતાં પણ કર્મને ખપાવે છે. અત્યારે તે કેટલીય બહેને લીલેતરીને ઘાણ વાળે, રસવંતી બનાવતાં પણ આનંદ માને છે. અને રસ રેડી રેડીને જમે. આગળનાં માણસે છાશ તથા ટલે ખાઈ લેતાં. સાંજનાં ખીચડી કઢી ખાઈ લેતાં. બે જ વખત જમતાં. અને જીભ ઉપર ખૂબ કાબૂ રાખતાં. ફરસાણ, મિષ્ટાન આદિ પેટ બગડે તેવા પદાર્થો રાજ ખાતા નહિ. એટલે જીભ ઉપર કાબૂ નથી તેટલાં રેગે વધતાં જાય છે. વ્યાધિનું મૂળ રસ છે. આચારાંગ સૂત્રમાં પણ કહે છે કે ભેગથી રોગો ઉત્પન્ન થાય છે, માટે જેટલે સગાવહાલાં પર સનેહ, રાગ, તેટલું દુઃખ છે. સનેહને 4ર કરી નાખો, શરીર ઉપર પણ મમત્વભાવ છોડી દે. પિતાની દીકરીને સારો કરીયાવર કરી પરણાવી સાસરે મોકલી અને જરા વાતમાં જમાઈએ છોકરીને રસ્તા પર રઝળતી મૂકી દીધી. એ છોકરીનાં દાગીનાં, કપડાં, એની સાસુએ લઈ લીધાં ને રેતી રોતી પિયર આવી ત્યારે તેના માવતરને તે છોકરીનું દુઃખ જોઈ કેવું થશે? આ જ બનાવ બાજુમાં પાડોશીને ત્યાં બન્યો હોય તે તમને શું થાશે? તે વખતે એટલું દુઃખ નહિ થાય. કારણ કે તે પરાયાં છે. જ્યાં પિતાપણાની બુદ્ધિ છે ત્યાં દુઃખ છે. રાગ એ મેટ રેગ છે. બીજા રાગ મટાડવા માટે આકાશ પાતાળ એક કરીએ છીએ, પણ રાગ રૂપી રોગને દૂર કરવા કેટલી કાળજી લેવાય છે ? આત્માની કેટલી કાળજી લેવાય છે! શરીરની સાર-સંભાળ ખૂબ કરે છે પણ શરીરને ધર્મ શું છે તે જાણે છે ને! ખાખમેં ખપી જાના, બંજા માટીમેં મીલ જાના, તુમ થડા કરે અભિમાન, એક દિન પવનસે ઉડ જાના. સેના પહેને ચાંદી પહે, ઘઉંને હીરા કા હાર, રૂપિયે ગજકા રેશમ પહે, નહીં જીવન કી આશ, દાતા સુનલે મેરે હાલા, એક દિન મિદિસે મિલ જાના
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy