SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન, નં. ૧૧ અષાઢ વદ ૧૨ ને સેમવાર તા. ૧૯-૭-૭૧ અનંત કરૂણાના સાગર વિશ્વ વંદનીય, પરમપંથના પ્રકાશક, માર્ગ ભૂલેલા જીના માર્ગ દર્શક ભગવાને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. બારમા ઉપાંગ વિશે ભગવાન સમજાવે છે. “ तत्थण रेवयगस्स यव्वयस्स अदूर सामंते एत्थण नंदणवणे नाम उज्जाणे होत्था सव्वोउय पुप्फ जाव दरिसणिज्जे तत्थणं नंदणवणे उज्जाणे सुरप्पियस्स जक्खस्स जक्खाययणे होत्था । चिराइए जाव बहुजणो आगम्म अच्चेह सुरप्पियं जक्खाययण । सेणं सुरप्पिए जक्खाययणे एगेणं महया वणसंडेण सवओ समंता संपरिक्खिते जाव पुण भद्दे जाव सिलावट्टए" - રેવત ગીરી પર્વતની નજીક નંદનવન નામનું ઉદ્યાન હતું. તેમાં અનેક જાતનાં વૃક્ષો હતાં. જતાં માણસને આનંદ આવે એવાં અનેક જાતનાં ફળ-જમરૂખ, સીતાફળ, જામફળ, ચીકુ, કેળા, મોસંબી તેમાં થતા તથા ફૂલેમાં–જાઈ જુડમ-મર, જાસુદ, કેવડે, કેતકી, મગરે, માલતી, ગુલાબ, ચંપો, વગેરે અનેક જાતના ફૂલ થતાં, અનેક જાતનાં પક્ષીઓ પિતાના મધુર કલરવથી ઉદ્યાનને કિલેલતું બનાવે છે. આવું નંદનવન દેખવા ગ્ય છે. ત્યાં જતાં લેકના શેક તથા સંતાપ શમી જાતા ને દિનભરને થાક ઉતરી જાતે. તે નંદન વનની અંદર યક્ષનું મંદિર હતું. તે યક્ષનું નામ સુરપ્રિય હતું, તે મંદિરની બહુ જુની પુરાણી બાંધી હતી. અનેક લોકે આ યક્ષને વાંદરા અને દર્શન કરવા આવતાં. દેવાલયની આજુબાજુ મોટું કંપાઉન્ડ હતું. તે બગીચામાં પૃથ્વી શીલા જેવો પથ્થર હતું. તે બહુ સુંવાળે હતે. લેકે ત્યાં આનંદ-પ્રમોદ કરતાં હતાં. આવા વાતાવરણથી નગરીની શોભા અદ્દભુત હતી. થાકી ગયા હય, બેસી બેસીને જેના પગ અકકડ થઈ ગયા હોય, તેવા લોકો ત્યાં ટહેલવા આવતા. ભગવાન મહાવીર સ્વામી કહે છે. મિથ્યાત્વ જીવની સાથે અનાદિ કાળથી છે, મિથ્યાત્વની માન્યતાઓ જેવીકે માનતા કરવી, ધુપ દીવા કરવા, નૈવેદ ધરવા, ગોત્રી જ ઝારવા વિગેરે પ્રકારની માનતા અનાદિ કાળથી ચાલી આવે છે. મિથ્યાદષ્ટિ લેકે એમ મનાવે કે યક્ષાદિની માન્યતા કરે તેને ત્યાં ધનના ઢગલા થાય. જેન ધર્મ આવું માનતા નથી. એ સાફ સાફ ના પાડે છે, પિતે પોતાના પાપથી દુઃખી થાય છે, અને પોતાના પુણ્યથી સુખી થાય છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy