SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પ્રવૃતિ કરતાં કર્મનું તીવ્ર ઝેર અંગે અંગમાં વ્યાપી જાય ત્યારે સદ્ગુરૂ પાસે આવે, કે એમની વાણીના પ્રભાવે કર્મ બીચારા રાંકડા થઈ જાય છે અને કર્મ તુટી જાય છે. આ વીતરાગની વાણીને પ્રભાવ છે. જેમ ભર્યા મારા પ્રાણ મહીં એ રાજ્ય ચલાવે જે ત્રણ લેકે, દુશ્મન ટ૫કયા એવે ટાણે જ્યારે ચડયે તે લગરીક એકે ઢીબી રહ્યા છે કે છેકે મારે પ્રાણુ પુકારે, મને કેણ ઉગારે ચારે બાજુથી દુશ્મન દબાવે, કોઈ બચાવેને બચાને મારા પ્રાણ પુકારે. (૨) મારા આત્મામાં જેમ છે, શકિત છે અને પાવર છે. ત્રણ લેકને નાથ થઈ શકું એવી મારી શક્તિ છે. પણ દુશ્મન જેઈને ઢીલે થઈ જાઉં છું. અહીંયા રહેવાનું કેટલું એ પણ કર્મને આધીન, જવાનું કયારે એ પણ કર્મને આધીન, રાજાને ભીખારી બનાવે, ભીખારીને શજો બનાવે એ પણ કર્મને આધીન છે. કર્મ સત્તા મહાન છે. આની સામે હું કેવી હિતે ટકી શકીશ? આ દુશ્મને મને હેરાન કરે છે. જ્યારે કે ચડે ત્યારે દુશ્મને એ એચિતે હમલે કર્યો. પ્રમાદ એટલે અસાવધાની. જરા પણ અસાવધાની થાય તે કેટલું નુકશાન થાય છે? તપ અને સંયમનું આચરણ કરવામાં અપ્રમાદી બને. જેમ કાષ્ટના ગંજને નર નહીં શકે ઉઠાય, પણ જરા આગ સાગથી ક્ષણમાં ઉડી જાય.” હજાર મણ રૂની ગાંસડી પડી હોય તે એમાં એક અગ્નિને તણખે બસ છે. એક તણખે રૂની ગાંસડીએને બાળી નાખે છે એમ ધ્યાન કે તપશ્વર્યાને અગ્નિ કર્મને નાશ કરી નાખે છે. તમારામાં કેવી આવડત છે? ગાંધીજીએ સ્વરાજ્ય લેવા માટે કેવી ઝુંબેશ ઉઠાવી ? અને દેશને કેવી રીતે સ્વરાજ્ય અપાવ્યું. ગાંધીજીની કેઈએ મશ્કરી કરી, ઠેકડી ઉડાવી છતાં સ્વરાજ્ય લેવા માટે કે પુરૂષાર્થ ઉઠાવ્યો? હજી આજે પણ આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરીયે છીએ. આત્મા કર્મની સાથે બંધાયેલું છે તેથી તમે કર્મની સામે ઝુંબેશ ઉપાડે. મન ઉપર કાબુ રાખે. મનને કેન્દ્રિત કરે. કેઈપણ ઈચ્છા થાય એને દાબી દ્યો. અને બળપૂર્વક સામને કરે. રખડતા મનને તમે પાછું વાળે. એક માળા ફેરવવાથી કદી મેક્ષ મળતું નથી. મોટું ઈનામ લેવું છે. પણ કામ નાનું કરવું છે. તે ઈનામ કેમ મળશે? બહુ મોટું દાન આપે છે. અને બધાને કહે કે, મારું નામ છાપામાં વાગ્યું! વાત વાતમાં પિતાને આગળ લાવે છે, પણ આમાં કેટલું રાખ્યું અને કેટલું આપ્યું? આ પૈસા મેળવતા કેટલા કાળા ધેળા કર્યા હશે ! કેટલાને છેતય હો! કેટલાને દબાવ્યા હશે ! આવા દાનને શું અર્થ છે? .
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy