SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાનું ત્યાં તે સુખના શાશ્વતા સહવાસમાં, એ ચાર ૨ ગતિના ફેરા હવે નથી કરવા માટે, કરે છે કાયમને વસવાટ, પંચમમાં દુઃખડાં નિવારે. મારા....” પરમકૃપાળુ પરમાત્મા પાસે હું માત્ર એક જ પ્રાર્થના કરું છું, ભક્તિભાવે વિનંતી કરૂં છું કે હે નાથ! મેક્ષના શાશ્વતા સુખનું વર્ણન સાંભળી મારે આત્મા અધીરે બન્યા છે. હવે મને એ પાંચમી ગતિમાં જવાને માર્ગ દેખાડો. મારે ત્યાં કાયમ માટે વસવાટ કરે છે. મને આ દેખાતા સુખમાં દુઃખના ભણકારા સંભળાય છે. “ઝરણું ચાલ્યું જતું તેમ આ જીવન છે, ક્ષણિક વિધુત સમા આ વિલાસે, મેઘ છાયા સમી લક્ષ્મી ફરતી રહે, બે ઘડીને બધો આ તમાસે, વાયુના શોર જોર શા જે બનતણુ, ક્ષણજીવી ચમકમાં રાચવું શું? કાચ બીલોરી આ દેહ ફુટી જશે, ક્ષણિક વૈભવ મદે નાચવું શું? આ વૈભવ અને વિલાસો બધું ક્ષણિક છે. મેઘધનુષ જેવી આ લક્ષમી પણ થોડા સમય પૂરતી જ છે. આ યુવાની ક્ષણિક છે અને આ જીવન પણ બીલેરી કાચ જેવું છે. તે ક્યારે નષ્ટ થઈ જશે તેની ખબર ન પડે. આવા ક્ષણિક સુખના મોહ શા કરવા? ક્ષણિક વૈભવના મદમાં નાચવું શું? માટે મારે દીક્ષા લેવી છે, આપ મને આજ્ઞા આપો. જીવ અજ્ઞાનને વશ થઈને જગતને, જગતના પદાર્થોને, વૈભને, પરિવાર દિને પિતાના માને છે, પણ જ્ઞાની પુરૂષે કહે છે, તું જેને તારૂં માને છે, તે તારૂં નથી. તારા સાથે આવવાવાળું પણ નથી. જીવ એકલે આવ્યો છે અને પરભવમાં પણ એકલો જ જવાને છે. આ જીવ એકલે, જાય જીવ એકલે, શુભાશુભ કમેને સથવારો લઈ જેવાં કર્મો કરશે તેવું પામશે રે, આ જીવ એકલે.” સારા નરસાં કર્મો જીવ એકલે ભગવે છે. કરેલાં કર્મો ભેગવ્યા વિના છૂટકે નથી. એક માણસ દર્દથી ખૂબ પીડાય છે. અસહ્ય દર્દ સહન ન થવાથી “બચાવો બચાવ” ના પિકાર પાડે છે. નેહી સ્વજને તેની ચારે બાજુ બેઠા છે. છતાં કોઈ તેના દર્દીને લઈ શકે ખરાં? જેની પાસે લા રૂપિયા હોય તેને દઈ નહિ આવે એવું ખરૂં? મોટા મટી સર્જન ડોકટરો જેની પાસે કાયમ રહેતાં હોય અને નાડ ઝાલી બેઠા હોય તે પણ મૃત્યુ નહિ આવે તેવું ખરું? મૃત્યુથી બચાવવાને કોઈ સમર્થ નથી. એંસી વર્ષના દાદા જીવતા હોય, અને વીસ વર્ષને જુવાનજોધ પુત્ર અવસાન પામે છે. દાદા મૃત્યુને ઝંખી રહ્યા હોય તેને ન મળે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy