________________
સર્વશ્રેષ્ઠ છે. કર્મ કાપવાનું એક નંબરનું અમોઘ સાધન છે. એક યુવાન ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. દેવું ખૂબ વધી ગયું છે, કુટુંબનું પિષણ કેવી રીતે કરવું એ મુંઝવતે પ્રશ્ન નેને અકળાવી રહ્યો છે. જીવનમાં હતાશા અને નિરાશા આવી ગઈ છે. ચારે બાજુ
કરી શોધે છે પણ મળતી નથી. અંતમાં માંકડ મારવાની દવા ખરીદે છે અને જીવનને અંત આણવાને વિચાર કરે છે. તેને એક મિત્ર છે તેને પણ મળવા આવવાને સંદેશ કહેવરાવે છે. મિત્ર આવે છે, તેની સાથે નેહભરી વાત કરે છે. પણ ઘરની પરિસ્થિતિ જણાવતું નથી. બજારમાંથી મીઠાઈ ખરીદે છે અને બાળકને તથા સ્ત્રીને ખૂબ પ્રેમથી ખવડાવે છે. પછી પિતે અમુક કામ અંગે બહાર જાય છે, અને મિત્ર ઘેર છે. એકાએક મિત્રની દષ્ટિ માંકડ મારવાની દવા પર પડે છે. તેને વિચાર આવે છે કે આ દવા જેનના ઘરમાં ન હોય, મારે મિત્ર શા માટે લાવ્યું હશે! શું તેની ભાવનામાં અશુભ તે કાંઈ નહીં હોય ને? તે મિત્ર દવાની બાટલી કબાટ પરથી નીચે ઉતારે છે અને દવા બહાર ગટરમાં નાખી દઈ શીશીને બરાબર સાફ કરી તેમાં નિર્દોષ દવા ભરી દે છે. રાત્રે પેલે યુવાન ઘેર આવે છે, બધાં સાથે ખૂબ વાતો કરે છે અને મોડી રાત્રે બધાં સૂઈ જાય છે, પણ પેલા યુવાનને ઉંઘ આવતી નથી. બધા સુઈ ગયા છે તેની ખાત્રી કરી તે ઉભો થાય છે અને પેલી બાટલી ઉતારી તેમાં રહેલી દવા પી જાય છે. પછી પથારીમાં પડી મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. દવાની કોઈ અસર થતી નથી, નાડ તુટતી નથી, ચકકર આવતા નથી, મૃત્યુના કેઈ ચિન્હ દેખાતા નથી. કલાક-બે કલાક પસાર થયા, એમ કરતાં રાત્રી પસાર થઈ ગઈ. તેને મિત્ર સુઈ જવાને ડેળ કરી પડે છે અને આ બધી પ્રક્રિયા જોઈ રહ્યો છે. સવાર પડે છે. સૌ જાગૃત થાય છે. નિત્યકર્મથી નિવૃત્ત થઈ પેલા યુવાનને તેને મિત્ર પૂછે છે મિત્ર! “હું તારે સુખદુઃખને સાથી છું, તારું દુઃખ તે મારું દુખ છે. આખી રાત તને ઉંઘ નથી આવી તે હું જાણું છું. અને તું મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો તે મારા ખ્યાલ બહાર નથી. સદભાગ્યે મને બુદ્ધિ સુઝી અને મેં માંકડ મારવાની દવા ફેંકી દીધી અને તેમાં બીજું પ્રવાહી ભરી દીધું. પણ હવે તું પણ દિલ ખેલીને વાત કર કે તારે શી મુંઝવણ છે! આજ સુધી તારી પરિસ્થિતિ મને શા માટે જણાવી નહિ? આ સુંદર માનવભવ ફરી ફરી મળ મુશ્કેલ છે. તારી પાસે શું નથી એના કરતાં શું છે તેને વિચાર કર. કે સુંદર નિરોગી દે છે! આજ્ઞાંકિત પત્ની અને પ્રેમાળ બાળકે તને પ્રાપ્ત થયાં છે, આશાવાદી અને ઉત્સાહી બન, તે જીવનના આ ચંદરવાને ચાર ચાંદ લગાડી શકાશે. તારા જીવનમાં જામેલાં નિરાશાના જાળાને આશાવાદી વિચારની તલવારના એકજ ઝાટકે સાફ કરી નાખ, અને પરમ આશાવાદી વિચારસરણીને જીવનમાં સ્થાન આપ અને આજથી સંકલ્પ કર કે આજથી હું નવા જીવનને આરંભ કરૂં છું. આશાવાદના આયુધ સાથે હું જીવનના સંગ્રામ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છું. નિરાશાવાદી વિચારેને ભૂતકાળની ખાઈમાં ડુંગળીને