SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નહિ. છેડવાને સમય આવ્યો ત્યારે સર્વ છેડીને ત્યાગના પંથને અપનાવી લીધે. જ્ઞાન ને મેળવી ઈન્દ્રિઓની ગુલામીમાંથી મુક્ત બનવાનું છે. મનને કેન્દ્રિત કરે. મન એકાગ્ર કરવાથી શું લાભ થાય છે. एगग्गमणसंनिवेसणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? ए. चित निरोहं करेइ । उ. २९ अ. એકાગ્ર મનથી ચિત્તને નિરાધ થાય છે. ચાર ફરતું મન એકમાં રોકાઈ જાય છે. મને તમારા પર સવારી કરી છે કે તમે મન પર સવારી કરી છે? સાધક આત્મા ભગવાનને કહે છે: આ મન સ્થિર કેમ થતું નથી? જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું ભાંજે, હે કુંથું જિન ! મનડું કીમહી ન બાંજે.” હે ભગવાન! જેમ જેમ મનને વશ કરવા મથું છું તેમ તેમ તે દૂર ભાગે છે. મન કે નહીં, કેવી નહીં, પણ કેવું છે. નાન્યતર જાતિ છે. મન નપુંસક છે. પણ અનેક મર્દોને હરાવે છે. એક માણસને જેલમાં પુરવામાં આવે તે પણ તેનું મન પુરતું નથી. એ તે કયાંનું કયાંય દેડયું જાય છે. એવા મનને વશ કરે તેની બલિહારી છે. મન વાહન પર બેસે વીરલા, હે નર કી બલિહારી રે, બ્રહ્મા વાહન હંસ કી હે વિષ્ણુ ગરૂડ અસવારી રે, શીવકે વાહન બેલ બન્યા હૈ મૂસક ગણેશ ગુણધારી રે. મન, મનરૂપી વાહન પર બેસવાની જરૂર છે. બ્રહ્માનું વાહન હંસ, વિષ્ણુનું ગરૂડ, શંકરને પિઠી, ગણેશનું ઉંદર, અંબાજીને સિંહ, બહુચરાજીને કુકડે, શક્તિનું વાઘ, આમ જુદા જુદા દેવદેવીઓના વાહન ગણાવ્યા છે. પણ દેવ, દાનવ અને માનવ ઉપર મન વાહન થઈને બેસી ગયું છે. મનને વશ કરનાર વિરલ પુરૂષ છે. પાણીમાં ગમે તેટલું તેલ નાખે તે પાણી સાથે નહીં ભળતાં પાણી ઉપર જ રહે છે. તેમ જે સાધકે મનને સાધ્યું છે તે સંસારમાં રહેવા છતાં સંસાર ભાવથી લપાતો નથી. મન સ્થિર હશે તે તપ, ત્યાગ, ધ્યાન, જાપમાં વિયી નીવડશે. દિવાળીબેને ઘણા થેકડાને અભ્યાસ કરી, ઘણા સૂત્ર સિદ્ધાંતને અભ્યાસ કરી તેના પર ઊંડું ચિંતન, મનન કરી ૨૦ વર્ષની વયે દીક્ષા લીધી. અને તે જ દિવસથી વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ખૂબ જોશીલી તેમની વાણુ હતી. તેમને સાંભળનાર બધા બેલી ઉઠતા કે ભગવાન મલ્લિનાથે જરા કપટ કર્યું તે સ્ત્રી વેદે આવ્યાં. તેમ પૂજ્ય સતીજીએ પણ જરા કપટ કર્યું હશે તેથી સ્ત્રી પણે આવ્યાં છે. બાકી તેમની વાણીમાં પુરૂષને શરમાવે તેવું તેજ છે. તેમને સંયમ પાળવાની મૂળથી જ કાળજી હતી. કેઈન આચાર વિચાર નહીં જોતાં તેઓ સિદ્ધાંત પ્રમાણે ચાલનાર હતા. સાધુને સત્ર સિદ્ધાંતને આધાર છે, તેમ શ્રાવકને સાધુને આધાર છે. પ્રવચન માતાનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy