SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦ ખામાનંદની ભરતી ઓળખાઈ. સંસાર દાવાનળથી પ્રજવલતે દેખાવે. સંસાર-સાગર પ્રબળ મોજાઓથી ઘુઘવતે ભાસ્યો. ભવભ્રમણ કરાવનાર, જન્મ, જરા અને મૃત્યુના દુઃખ દેનાર સંસાર છે. એ સત્ય સમજણ ગુરૂએ આપી. ઉન્માર્ગેથી સન્માર્ગે લાવનાર ગુરૂ છે. પ્રેરણાના પિયુષ પાનાર, પરમપંથને રાહ બતાવનાર, અણઘડના ઘડવૈયા અને અનેક ના રખવૈયા ગુરૂદેવ છે. “ગુરૂ વિના કે નહિ મુક્તિ દાતા, ગુરૂ વિના કે નહિ માગવંતા, ગુરૂ વિના કે નહિ જાડચ હતાં, ગુરૂ વિના કે નહિ સાંખ્યક્ત. ગુરૂ મુક્તિ માગને દેખાડનાર છે, અનેક જીની હતાશા અને નિરાશા ખંખેરી આશાને દીપ પ્રગટાવનાર છે. અજ્ઞાનમાં અટવાતા જીવમાં જ્ઞાનરૂપી પ્રેરણાનું બળ પૂરનાર છે. આત્માને અસત્યમાંથી સત્યમાં લઈ જનાર છે. ભૂલા પડેલા છના ભોમિયા બની માર્ગ બતાવનાર ગુરૂ છે. એવા ગુરૂ દેને ઉપકાર અસીમ છે. વીરંગત કુમાર માતાને કહે છે. એવા સદગુરૂ ભગવાનને મને ભેટે થયે છે. હે માતા ! ગુરૂદેવની મેં દેશના સાંભળી, એ દિવ્ય વાણી મારા હાડોહાડમાં લાગી ગઈ છે. મારો આત્મા ધર્મના રંગથી રંગાઈ ગયા છે. સાંભળવા પૂરતું સાંભળ્યું નથી, પણ હૃદયથી સાંભળ્યું છે. એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાંખે તે વાણી સાંભળી નકામી છે. ચીનના રાજા પાસે એક શીલ્પી આવે છે. તે ત્રણ કઠપુતળીઓ રાજાની સામે મૂકે છે. ત્રણેય પુતળી રંગ-રૂપ-ઘાટ ઉંચાઈ–નીચાઈ અને દેખાવમાં એક સરખી છે. પણ ત્રણેયની કિંમતમાં ફેર છે. એકની કિંમત લાખ રૂા. બીજીની સે રૂ. છે. ત્રીજીની કિંમત કોડીની છે. ચીનના રાજાને આ સાંભળી આશ્ચર્ય થયું. આમ કેમ? હાથમાં લઈ તપાસ કરી પણ કાંઈ ફેરફાર જણાતું નથી. રાજાને એમ થાય છે. કે પુતળીની પરીક્ષા થતાં મારી પરીક્ષા થઈ જશે. ખૂબ વિચાર કરે છે. પણ કાંઈ ઉકેલ મળતું નથી. એટલે પ્રધાનની સામે દૃષ્ટિ કરી કહે - પ્રધાનજી, આની કિંમત તમે અકો. પ્રધાન વિચારે છે કે આ તો મારા માથે આવી પડયું ! કહે છે. ભલે, કાલે સવારે આને ખુલાસો કરીશ. ઘેર જઈને પુતળીનું ચારે તરફ ફેરવીને નિરીક્ષણ કરે છે. તેમને એમ થાય છે કે પરીક્ષામાં સફળ નહીં થવાય તે રાજાની અને મારી બનેની આબરૂ જશે. પછી ખૂબ વિચારને અંતે એક સળી લઈ એક પુતળીના કાનમાં નાખે છે તે બીજા કાનેથી તે સળી સેંસરી નીકળી જાય છે. એટલે આ પુતળીની કિંમત કેડીની છે! એમ નક્કી કરે છે. આ સાંભળી તમારી કિંમત તમારે કરવાની છે. પછી સળી બીજી પુતળીના કાનમાં નાખી તે તે મોઢામાંથી નીકળી ગઈ. આ ૧૦૦ રૂ.ની કીંમતની છે. એમ નક્કી કર્યું. પછી ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તે કાનમાંથી સીધી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy