SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પટે) કાણુ ભગવાનનું નામ જ લીધા જેવું છે. સૂર્યકાંત, ચંદ્રકાંત મણી, જયકાંત મણી પણ તેનું કાર્ય બતાવે છે તે મંત્ર શ્રદ્ધાપૂર્વક જપવાથી ફળે છે. “લીધા જેવું તે મહાવીરનું નામ છે લઈ શકાય તે લે, દીધા જેવું તે અભયદાન છે દઈ શકાય તે દે.જ્યાં.” દેવા જેવું અભયદાન અને લેવા જેવું મહાવીરનું નામ છે. આત્માને જાગ્રત કરે. લીમી તે ચંચળ છે. પુણ્ય હશે ત્યાં સુધી રહેશે. પુણ્ય કયારે ખલાસ થશે તે ખબર છે? એક ભાઈ એમની પત્નીને કહે છે, મારી એક વાત માન્ય રાખીશ? ત્યારે પત્ની કહે છે, એક શું ૫૦ વાત માન્ય રાખીશ. પણ પામી કહેશે તે તડાકે કરીશ. ભાઈ કહે સારૂં. પછી વાત કરે છે. આપણે ત્યાં મહેમાન જમવા આવવાનાં છે. તેણે સામે ચડી કહ્યું છે કે હું જમવા આવીશ. તે તેને તારી સંમતિ લઈને હા કહેવાય ને? પેલી કહે છે સારૂં. દિવસ નક્કી કર્યો. ભેજનની તૈયારી કરવા માંડી. પેલા ભાઈ સવારથી ઉઠીને કામ ચીંધવા લાગ્યા. એમ કરતાં ૫૦ વાત થઈ ગઈ. ને જ્યાં વાત કરી કે ખમણમાં વઘાર બરાબર કરજે, રાઈ તેલ મુકીને સુંદર બનાવજે. ત્યાં તે પત્નીએ કર્યો તડકે ને વિફરી બેઠી. “મેં કહ્યું હતું ને કે ૫૧ મી વાત કરશે નહીં”, મહેમાન તે હજુ જમવા પણ આવ્યા નથી ને બાઈ વિફરી ગઈ. એમ તમારું આયુષ્ય ૭૫ વર્ષનું એમાં ૫૦ વર્ષ સુધી દૂધસાકર ને ચેખા જમ્યા ને ૫૧ મે વર્ષે પુણ્ય એવી લાત મારી કે દેવાળું કાઢવું પડયું. આબરૂ ગઈ. નાક કપાઈ ગયું. પછી શું થાય? પુણ્ય પરવારી ગયું. હવે નાહી નાખ. પેલી સ્ત્રીની જેમ પુણ્ય કયારે તડાકે કરશે અને અધ વચ્ચે રઝળતા મુકી દેશે તે ખબર નથી, માટે ધર્મ કરે. ધ્યેય એક નિર્જરાનું રાખે. પુણ્ય તે તેની પાછળ આવવાનું જ છે. ધર્મનું આરાધન કરે. વિરંગતકુમારે ધર્મદેશના સાંભળી. તેમને આત્મા જાગી ઉઠય. આચાર્ય ભગવંતને વંદન નમસ્કાર કરીને કહે છે : . सद्ददामि निगथ पावयाणं पत्तयामि गं भन्ते नियंथ पावयाण, रोएमि भन्ते निग्ग पावयाण एवमेयं भन्ते तहमेय' भन्ते से जहेयं तुब्भे वयह - હે ભગવાન! મને આપના પ્રવચનની શ્રદ્ધા થઈ છે. પ્રતીતિ થઈ છે. મારી રૂચિ જાગ્રત થઈ છે. પાળવાની રૂચિ થઈ જાય છે. એ માર્ગ અંગિકાર કરવા હું ઉભે થયે છું. મારા માતા પિતાની આજ્ઞા લઈને આવું છું. ભગવાન કહે છે “અહાસુહ દેવાસુપિયા” કુમાર જાય છે, રથમાં બેસીને ઘેર માતા પદ્માવતી ને પિતા મહાબલ બન્ને બેઠા છે. તેમને પગે લાગીને વિનયપૂવર્ક કહે છે. ભગવાનને માર્ગ અને રૂએ છે. હું દિક્ષા લેવાને ઉદ્યમવંત થયો છું. પુત્રની વાત સાંભળી માતાને મૂછ આવી જાય છે. દાસીઓ પાણીને છંટકાવ કરે છે. ચામર ઢોળે છે. વીંઝણથી પવન નાખે છે, ત્યારે મૂછી વળે છે. આંખ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy