SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ જગતમાં સૌથી ગાઢ અધિકાર હોય તે તે મિથ્યાત્વને છે. દીપકને પ્રકાશ થતાં અંધકાર નાશ પામે તેમ સમ્યગૂ દર્શનને દીપક પ્રગટતાં મિથ્યાત્વના અંધકાર દૂર થઈ જાય છે. ધર્મરૂપી વૃક્ષનું વિશુદ્ધ સમ્યક રૂપ બીજ છે. ધૈર્ય રૂપ કંદ છે. વિનયરૂપ વેદિકા છે. ચાર તીર્થના ગુણ કીતનરૂપ કંધ છે. પંચ મહાવ્રતરૂપ મટી શાખા છે. પશ્ચીસ ભાવનારૂપ ત્વચા છે. શુભ ધ્યાન અને શુભગ રૂપે પ્રધાન પહેલવ-પત્ર છે. ગુણ રૂપ ફૂલ છે. શિયળરૂપ સુગંધ છે અને મોક્ષરૂપ ફળ છે. જેનું બીજ સમ્ય દર્શન તેનું ફળ મેક્ષ અને જેનું બીજ મિથ્યાદર્શન તેનું ફળ સંસાર છે. જીવન મંદિરમાં પથરાએલા અંધકારને નાશ કરવો હોય તે સમ્યકત્વની લાઈટ કરે. એકવાર દષ્ટિ સાચી આવી જાય પછી એટલે કે સત્ય સમજાયા પછી અસત્યને છોડતાં વાર નહિ લાગે. (૧) જેને ખરા ખોટાની ખબર નથી તેને કોઈ નિર્ણય નથી. પણ બેટાને પકડી રાખ્યું તેને મૂક્તાં નથી, તેને અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. (૨) જેને કોઈ એક પકડ નથી, બધાને સાચા માને અને કહે, આ બધા ધર્મના જુદા જુદા કેડ પાડી મૂક્યા છે. અંતે ધ્યેય તે બધાનું એક જ છે. સર્વધર્મ સમાન છે. બુદ્ધ-મહાવીર-ઈસુ-જરાટ વિ. દરેકના ધર્મ સરખાં છે. કાંકરે અને રત્ન, પીતળ અને સોનું, આ બધાને સમાન માને તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે. () તિર્થકરને માગ જાણવા છતાં ઉપદેશ અન્ય માગને આપે તે અભિનિવેશિક મિથ્યાત્વ છે. નિન્દવ જેટલા થયા તે બધાએ સત્ય માર્ગને સંતાડી બેટાની પ્રરૂપણા કરી. જેમકે જમાલી. ભગવાને કહ્યું “હેમાળે કરે તે જમાલીએ કહ્યું “હેમાળે જ હું:તિર્થંકર છું એવું તેણે મનાવ્યું અને પિતાના અભિમાનને પિષવા તિર્થંકર-ગણધર-સાધુ -આદિની નિંદા કરી. () જે સાચાં છેટાને નિર્ણય ન કરી શકે, જુલા જેવી સ્થિતિમાં રહે. તે સાંશયિક મિથ્યાત્વ છે. (૫) અને જેમાં બિલકુલ જાણપણું ન હોય તે અણગ મિથ્યાત્વ કહેવાય છે. તે એકેન્દ્રિયથી માંડી અસંસી પંચેન્દ્રિય સુધીના જીમાં હોય છે. આ મિથ્યાત્વ એ કર્મબંધને હેતુ છે. મિથ્યાત્વના ઝેરને ઉતારનાર સદ્દગુરૂઓ છે. ભગવાનનાં અનુયાયીઓ ગામો ગામ ફરી ધર્મ ઉપદેશ આપે છે. સિદ્ધાર્થ મુનિ ઘણું પરિવાર સહિત હિતક નગરીમાં પધારે છે. પહેલા પાંચ પાંચસે સાધુઓ વિચરતાં. આજે સાધુની સંખ્યા બહુ અ૫ છે. તે વખતે તેમનાં હદય કેટલા કુણાં હશે ? ઘણા મોટા પરિવાર સહિત આચાર્યો વિચરતા પણ તેમાં ઘણું સાધુએ તપશ્ચર્યા કરતા, રસેન્દ્રિય ઉપર કાબુ મેળવનાર હતાં. જીભ માગે તે ન આપે પણ જેમ બને તેમ ઓછી વસ્તુથી ચલાવતા. હરાવનારા થાળના થાળ ભરી હારા, પણ રસના ત્યાગી તેને ગ્રહણ ન કર. એક એક મુનિવર જ્ઞાનનાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy