SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૧૧મા વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે - અપડિલેહિય-પડિલેહિય સેજા સંથારએ = સુવાની શય્યા = જગ્યા અને સંથારો = ઉપકરણને સરખા જોયાં ન હોય, જેમ તેમ જોઈ લીધાં હેય, અપમજિજય દુપમજિજય સજા સંથારએ = સેજા સંથારાને પ્રમાર્યા (પૂજ્યા) ન હોય કે જેમ તેમ પૂજ્યા હોય. અપડિલેહિય દુપડિલેહિય ઉચાર પાસવણભૂમિ = દેહની હાજતે નિવારવાના થાનું પ્રતિલેખન કર્યું ન હોય, અથવા સરખી રીતે કર્યું ન હોય. અપમજિય દુષ્પમજિજય ઉચ્ચાર પાસવણભૂમિ = દેહની હાજતે નિવારવાના સ્થાને પંજયા ન હોય અથવા જેમતેમ પૂજ્યા હેય. પિસહસ્સ સમંઅણાણું પાલયા = પૌષધવત લીધા પછી સરખી રીતે તેનું પાલન ન કર્યું હોય. આ પાંચ અતિચાર જાણવા ગ્ય છે, પણ આચરવા ગ નથી-એમ જાણી નિરતિચારપણે વ્રનું પાલન કરવું જોઈએ. આજે ધન્યતેરસ છે, ધન્યતેરસને દિવસે ભરત ચક્રવતી છ ખંડ સાધી વનિતા નગરીમાં આવેલા અને શ્રીરામચંદ્ર, સીતાને રાવણ પાસેથી મુક્ત કરી અયોધ્યા નગરીમાં આવેલા, તેથી ઉત્સવ મનાએલે. ધન્ય તે રસ એટલે આત્માની અનુભૂતિને રસ. આ રસનું આસ્વાદન જે કરે છે તેણે સાચી ધન્યતેરસ ઉજવી મનાય છે. નિષકુમાર ભાવપૂર્વક વ્રત અંગીકાર કરે છે. હવે બારમા વ્રતનું સ્વરૂપ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૧ આસે વદ ૧૪ને રવિવાર તા. ૧૭-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે.. આજે બારમા વ્રતનું સ્વરૂપ સમજાવાશે. દાદરના એક પછી એક પગથિયા ચડી શકાય છે, તેમ શ્રાવકપણને પ્રાપ્ત કરવા માટે પણ બાર પગથિયારૂપ બાર વ્રત છે. બારમું અતિથી સંવિભાગ વ્રત છે. અતિથી કેણ બારમા વ્રતમાં અતિથીની વાત કરી છે તે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy