SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શકતે નથી વિષયના રાગ (કામરાગ) ભયંકર છે. “લવ ઈઝ બ્લાઈન્ડ” ઇક આંધળે છે. અહિં ઈશ્ક શબ્દ એટલે મેહ સમજવાનું છે. એ રાગને રમાડવા માટે આંતર જાતીય લગ્ન વધતાં જાય છે, હિન્દને પરણેલે યુવક કેરેન જઈને ત્યાંની યુવતી સાથે સંસાર માંડે છે. વિષયની વાસના અને અસત્યના આંચળા ઓઢાડે છે. પર હોવા છતાં પોતાની જાતને કુંવારે મનાવે છે. અસત્ય બાંધવ આબે એટલે ચારી–તેની બહેન ભાઈની આંગળીએ જ ઉભી છે. આવી રીતે અસત્ય, ચેરી, અબુદ્ધ ભાવેથી પિતાના સહજાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપી આત્માના ગુણેનું ખૂન કરે છે. તેથી હિંસાદેવી આંગણે આવેલી જ છે અને તે મૂરખ હિંસાદેવીનું પૂજન કરે છે. પરિગ્રહ વિના એકેય ઈન્દ્રિયેના વિષ પૂરા પડતાં નથી માટે તેને પૂર્ણ કરવા (પરિગ્રહની) લક્ષમીની તલાસ કરવી પડે છે. પુણ્ય પાતળા છે, ભાગ્ય નબળાં છે. ત્રણ તસુનું કપાળ ને ૧૩ ભમરા જેવા નશીબ હોય તે પછી તે બિચારે અજ્ઞાનથી ઘેરાયેલ, કુતરાની જેમ લાંબી જીભ કાઢી, હાંફતે હાંફતે ચારે બાજુ દોડધામ કરે છે. અહિંથી મેળવું, તહિંથી મળવું એમ હૈયે તાપ ભર્યા હોય છે, પછી પાપના સંતાપ એને શેકી નાખે છે. હવે જે પાપના સંતાપથી ન શેકાવું હોય તે “દેવ ગુરૂ ધર્મના” શરણે જા. જ્ઞાન દિપક અને શ્રદ્ધાનું બળ લઈને અવિરતી રૂપી સંસારના માર્ગને ચારિત્રથી કાપી નાખે. પર પદાર્થની ઈચ્છા તથા વિષયોની વાંછા એ બધા અવિરતીના પ્રકારે છે. માનવી જે તૃણુના તારને તેડી સંતૂષના ઘરથી પણ આગળ વધી ત્યાગના માર્ગે આગળ વધે તે આશ્રવના આવતાં આક્રમણે ખાળી શકે. સ્વદેશમાં રહીને ગૃહસ્થી તેનાં આજીવિકાના સાધને પુરાં પાડે તે પરદેશ સુધી જવારૂપ તૃણાના તારને તેડી શકે. આગળના માનવીના હૈયે ધર્મદાઝ સાથે દેશદાઝ પણ હતી. તેથી આયાત અને નિકાસ સ્વદેશમાં કરે જેથી પોતાના દેશને સમૃદ્ધ બનાવવામાં મદદગાર બની રહે. “સ્વર્ગાદપિ ગરીયસી જન્મભૂમિ” સ્વર્ગ કરતાં જન્મભૂમિ મહાન છે. એ સૂત્ર બાલ્યવયથી મગજમાં માવિત્રે ઠસાવતાં. માટે દેશસેવાને પાઠ પણ તેની નસેનસમાં હતે. ધર્મનું સ્વરૂપ વિશાળ છે. ધર્મ પામેલે પોતે સેવા, શાંતિ ને સુખરૂપી ત્રિપુટીને અનુભવ અને અન્યને પણ અપાવતે. સંતેષના કારણે તે જ્યાં ત્યાં ઝાવા નાખતે નહોતે. ૪ માસ મોસમમાં કમાય ને ૮ માસ નિરાંતે ધર્મધ્યાન કરત. આવા સાધકે છઠ્ઠા ને ૭મા વ્રતમાં જે જાવજીવની દિશા કે ભેગપભોગની મર્યાદા કીધી છે તે મર્યાદાને દિવસે દિવસે સંક્ષિપ્ત કરી, પાપની લાળને ટુંકાવતે જાય છે. છતાં કોઈવાર અણુ-ઉપગે અતિચાર લાગી જાય તે, સાંજ પડે આત્મનિરીક્ષણરૂપ પ્રતિક્રમણ કરી, આલેચના કરી શુદ્ધ બને છે. તે અતિચારનું સ્વરૂપ - - આણવણપણે = પિતે જે દિશા કે દ્રવ્યની મર્યાદા કરી છે તેનું પ્રમાદથી ઉલંઘન થઈ ગયું હોય, આ સિવણ ઉગે = નેકરને મોકલી મર્યાદા બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવી હોય. સદાણુવા = શબ્દ કહીને એટલે પિતાને અમેરિકા સુધી જવાની બંધી કરી હોય અને
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy