SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક કરતાં જ નથી. તેઓ કહે છે કે સામાયિકમાં મન આડું અવળું ચાલ્યું જાય છે, એવી સામાયિક કરવાથી શું ફાયદો? આજ સુધી મન સ્થિર નથી. તેની ખબર પડતી નહતી. સામાયિક કરવાથી, એ ખ્યાલ આવ્ય, એ ફાયદો થયેને? એકવાર ભૂલને ભૂલ છે એમ સમજાશે તે બીજીવાર સુધારવાનો પ્રયત્ન થશે. સામાયિક એ બીજે વિસામો છે. બે ઘડી અઢાર પાપને બેજે એક બાજુ મુકી દેવાને છે. ઉપવાસ કરે તે પોતાને માટે પાપ બંધ કરે છે પણ બીજાને માટે આરંભની ક્રિયા કરે છે. સામાયિકથી ભવકટી થાય છે. કર્મની ભેખડો ઉડી જાય છે. તમને સામાયિક કરવામાં રસ પડે છે કે કંટાળો આવે છે? સાઠ ઘડી પાપની પ્રવૃત્તિ ચાલે છે તેમાંથી બે ઘડી ધર્મ કાર્યમાં જોડી દે. ઝવેરચંદ નામના એક શેઠ ખૂબ ઉદાર દિલના અને દુખીઓ પ્રત્યે કરૂણ બુદ્ધિવાળા હતા. રામલે અને રતનીયા નામના નિરાધાર બે એકરાને નાનપણથી શેઠે પ્રેમથી મોટા ક્ય. સારા સંસ્કાર પાડવા પ્રયત્ન કર્યા, પણ મોટા થતાં બન્ને શેઠને ત્યાંથી વિદાય લઈ ચેરપલીમાં દાખલ થયા. બન્નેના બળવાન શરીર અને મજબુત મન હતાં. ચેરપલ્લીમાં ચેરે સાથે ભળી ગયા. અને ચેરના ધંધામાં પાવરધા થઈ ગયા. ચેરપલ્લીનાં ચેર ૬૦ હતાં. ચોર લુંટારા ગમે તેટલા હેય પણ તે લેકમાં સંપ ખૂબ જ હેય છે. એક ચાર પકડાય તે તે મરવાનું કબુલ કરે પણ પિતાના ગુપ્તસ્થાને કે પિતાના સાથીની વાત કરે નહિ. આજે તમારામાં સંપ કેટલું છે? ઘરની વાત હોય તે પણ બહાર કહેતા અચકાય નહિ. હિન્દુસ્તાનમાં અંગ્રેજો ફાવ્યા હોય તે તેનું કારણ એ છે કે, અહીંના રાજાઓમાં પરસ્પર સંપ નહોતે. “ઘર ફૂટે ઘર જાય.” એક જાપાનની સ્ટીમરમાં ઈન્ડીયન (હિન્દી) બેઠે હતે. તેણે એક જાપાનીઝને મઢ કહ્યું કે આ સ્ટીમરમાં જોઈએ તેટલી સગવડતા નથી. આ સાંભળી જાપાનીએ કહ્યું “આપને શી ઉણપ લાગી?” આપને શું જોઈએ છે? તે જાપાનીઝે ઇન્ડીયનને જોઈતી બધી જ સગવડતા પ્રેમપૂર્વક પૂરી પાડી. જ્યારે બને છૂટા પડયા ત્યારે ઈન્ડીયને કહ્યું “આપે મને ઘણી સગવડતાઓ કરી આપી છે તેનું બીલ શું છે? જાપાનીઝે કહ્યું, ભાઈ મેં તે મારી ફરજ બજાવી છે. આપને કાંઈ આપવાની જરૂર નથી. પણ આપની પાસે હું એટલી અપેક્ષા રાખું છું કે આપ “ જાપાનની સ્ટીમરમાં સગવડતા નહતી” એમ કયાંય લશો નહિ. પરદેશના લેકોને પિતાના દેશ પ્રત્યે કેટલી દાઝ હોય છે? આટલી દાઝ તમને તમારા રાષ્ટ્ર માટે, સમાજ માટે, સંઘ માટે છે ખરી ? ચોરને ધંધે નિંદનીય છે પણ તેમનામાં રહેલ સંપ પ્રશંસનીય છે. “એકતા અપનાવવા જેવી છે.” રામલે અને રતનીયે પિતાના સાથીઓ સાથે ખૂબ જ લુંટફાટ કરતા. એક વખત ઝવેરચંદ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy