SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ બદલે મને મળે છે. હું પણ તારી માફી માગું છું. આમ બંને પિતાપિતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરે છે. એકવાર ભૂલ કરે તે દેવ, ભૂલ કરી માફી માગે તે માનવ, અને વારંવાર - ભૂલ કરી છુપાવે તે દાનવ ડોકટર કહે છે, “ભાઈ! તારે આટલું સહન કરવું પડયું એને હું નિમિત્ત છું.' આ વાત સાંભળતાં યુવાનને એકદમ આઘાત લાગ્યો કે જેણે મારા ઉપર મોટર ફેરવી એના જ બાળક પર મેં મોટર ફેરવી અને તે બંને મરી ગયાં ! ત્યાં જ યુવાનનાં માથામાં લીધેલા ટાંકા તૂટી ગયા ને તે મૃત્યુ પામે. આથી ડોકટરને ખૂબ દુઃખ થયું, અને અસાર સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું કે આ સાધન દ્વારા કેટલાને એકસીડન્ટ થાય છે. કેટલાના મૃત્યુ પણ થઈ જાય છે. મોટર, સ્કૂટર વગેરે સાધન વસાવી જાણે પણ વીંછી, કાનખજૂરા, ત્રસ થાવર કેટલાને કચ્ચરઘાણ વળશે, તે વિચાર કરતા નથી. અહીં આપણે પ્રમાદની વાત ચાલે છે. પાંચ પ્રમાદ જીવને સંસારમાં રઝળવે છે, માટે દેખાદેખી છે. માનવભવરૂપી સાધન મળ્યું છે તેને ઉપગ ધર્મક્રિયા કરવામાં કરી લે. ધર્મ ઉપરચેટીયે નહિ પણ હૃદયપૂર્વક કરે. તેથી તેમાં રસ આવશે. દૂધપાકમાં તાવી ફર્યા કરે પણ તેને સ્વાદ આવે? ના. સ્વાદ તે જે ચાખે તે માણે. તેમ ધર્મને સ્વાદ જે અનુબવે તેને આવે. . - હિંસપયાણું: ચપુ, છરી, તલવાર, બંદુક, તપ વગેરે બધા હિંસક સાધન છે. આવાં સાધને વસાવવાથી દેષ લાગે છે. વળી ઘણાને તે એવી આદત હોય છે કે બીજાને કહેતા ફરે “મારા ઘરે ઈલેકટ્રીક ઘંટી છે, દળવું હોય તે દળી જજે. અમારૂં ચપુ સરસ ધારવાળું છે, કેરી છેલવી હોય તે લઈ જજો. ખમણી બહુ સારી છે. પાપ કરવું, કરાવવું અને અનુમોદન કરવું એમ બધામાં કર્મબંધ થાય છે. તમારા નામની જેટલી વસ્તુ-વાસણ વગેરે હોય તે બધી મરતાં સરવે નહિ તે પાપ સાથે આવે. આ શરીર પણ સરાવ્યું ન હોય તે તે બળતાં જે છ મરે, અનિકાયના આરંભ થાય તે મરનારને લાગે છે. માટે સંથારો કરવાની ટેવ પાડે. સંથારે તે બહુ મોટી વાત છે. સંથારે એટલે પથારાને સમેટવું. જેમ કેઈને પેઢી બંધ કરી સ્વદેશ જાવું હોય તે તે પથારાને સમેટતો જાય છે. તેમ જેને સંસારની પેઢી બંધ કરવી છે તે સાધક આખા લેકમાં આશ્રવના પથારા પાથરી બેઠે છે તે આશ્રવના પથારાને સમેટી નાખે એટલે કે સંથારો કરી આશ્રાવના દ્વારને બંધ કરે છે. ઘમી જીવ જેમ બને તેમ ઓછાં સાધને એકઠાં કરે અને એકઠાં કરેલાં સાધનો અને સંસારના દરેક પદાર્થના મમત્વને મરતાં પહેલા સરાવતા જાય છે. પાવકમેવસં: એટલે પાપ કરવાને ઉપદેશ આપ. તમારી તે હજાર વાર
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy