SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ મશીન ચાલતું હોય તે કેટલી સાવધાની રાખે ? જરાક અસાવધાની થાય તે હાથ કપાઈ જાય ને ? ભગવાને દીક્ષા લીધી ત્યારથી સાવધાન બન્યા. ૧રા વર્ષ ને એક પખવાડિયા સુધી ઘોર સાધના કરી તેમને જરાય પ્રમાદમાં રહેવું પિસાય નહિ. ઘેરાતિઘોર તપ કર્યા. આજે માસખમણ, બે મહિના, ત્રણ મહિનાના ઉપવાસ કરનારા મળે પણ પ્રભુ જેવી સાધના કરનાર કેટલા? પિષધ કર્યો હોય ને જ્યાં ૧૧ વાગ્યા કે પથારી કરી સુવા માંડે, બે ત્રણ કલાકની ઉંઘ તાણે, પૌષધમાં આત્માને પિષણ મળે એવું કાર્ય કરવું જોઈએ. પૈસા માટે, સ્ત્રી માટે કે બાળક માટે ઘણું ઉજાગરા કર્યા હશે પણ આત્માને માટે એક ઉજાગરે તે કરો. દિવાળી આવે છે, બે મહિનાનું નામું ચડ્યું છે. ઉઘરાણું ઘણું બાકી છે. તે એ ઊંઘ-રાણીને લાવશે? ત્યારે સેડતા સૂઈ રહયે કામ આવશે ? ના, ત્યારે તે રાતની રાત જાગી પ્રમાદને ટાળી પ્રયત્ન કરશે પણ આત્મ-દશાને પામવા જીવ જાગૃત બનતું નથી. દિલમાં દિવો કરે રે દિ કરે, હાંરે તમે કામ ને ક્રોધ પરિહર રે...... દિલમાં. તમારા અંતરની ચેતનાને જગાડે, તિમિરને ટાળી પ્રયત્નશીલ બને. “ ધર્મ કરે તમે પ્રાણીયા, ધર્મ થકી સુખ હોય, ધર્મ કરતા જીવને, દુઃખીયા ન દીઠા કોય. જે સુખી થવું હોય તે ધર્મ કરે. સામાયિક-પષધાદિ કરો તે આશ્રવનાં દ્વાર બંધ થશે. સામાયિક ન હોય અને અહિં બેઠા છે ને કે તેડવા આવે તે ઊભા થઈને ચાલ્યા જાવને ? પ્રમાદથી કેવા પાપ ઊભા થાય છે? પાણીના-તેલ-ઘીના વાસણે ઉઘાડા મૂકી દે અંદર ઉંદર પડીને મરી જાય, ચાલે તો પણ પગ નીચે કીડા-મકોડા-વાંદા કચડાઈને મરી જાય. કેઈ મોટર નીચે પંચેન્દ્રિય જીવનહિ આવ્યા હેય? સાધન એટલાં શસ્ત્ર થયા તે પણ એવા સાધને વસાવીને અભિમાન કરે. મોટર ન હોય તે પિઝીશનમાં પંચર પડે મોટર બગડી ને સમી કરવા ગઈ તે બીજાની મોટર કે ટેક્સીમાં બેસતાં શરમ આવે, એટલે વ્યાખ્યાન સાંભળવા ન આવે. શ્રીમતીની મોટર જુદી-પુત્રની જુદી, બધાનાં રૂમમાં ફોન, ફોનથી વાતચિત કરે ને કામકાજ પતાવી દયે, પણ આખા દિવસમાં પુત્ર પિતાનું મિતુ પણ ન જુએ. આગળના માણસો સવારમાં માતા પિતાને પગે લાગતા. આજે તે બસ, સૌ સૌની પ્રવૃત્તિમાં લાગેલા હોય. કેઈનેય ફુરસદ ન મળે. દરેકમાં ઝડપ-ઉતાવળ. મટર ચલાવશે તે ૫૦, ૬૦, ૭૦ માઈલની ઝડપે, પણ નીચે શું આવી ગયું એ પણ કે જેવા થેલે ! કેઈ છોકરું આવી જાય તે જરાક દુખ લાગે અને પછી કાંઈ નહિ, પણ બદલે દેવે પડશે કે નહિ ! કર્મને અદલ ઈન્સાફ છે. એક ડોકટર મોટર લઈને જઈ રહ્યા છે. કુલસ્પીડમાં મોટર દોડાવી છે. એક ર૫
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy