SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પાક અનેકમાં ચોરી કરે છે. ચોરી કરવાના વિચારની લાળ કેટલી લંબાય? વિષયાનુબંધી રૌદ્રધ્યાન એટલે વિષય કેમ પ્રાપ્ત થાય તે સંબંધીના પરિણામે. આ રીતે જીવ આત અને રૌદ્રધ્યાનથી અનેક પાપને ઉપાર્જન કરે છે. અને અનર્થ ડે દંડાય છે. જીવનમાં પ્રસંગે તે અનેક પડવાના, પણ જે સમજે છે, તે કર્મ બાંધતું નથી. આ સમજશે તેનું અવશ્ય કલ્યાણ થશે વ્યાખ્યાન..૮૭ આસો વદ ૯ને રવિવાર તા. ૧૨-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. આઠમા વ્રતની વાત ચાલે છે. જીવ અનર્થડે ખૂબ દંડાય છે, અને કર્મ બાંધે છે. બે દેશ વચ્ચે યુદ્ધ ચાલતું હોય તેમાં એક જય થાઓ અને બીજાને પરાજય થાઓ એમ ઈચ્છવું તે પણ અનાથદંડ છે. જ્યારે કોમેન્ટ્રી ચાલતી હોય ત્યારે બધાં કેટલા રસપૂર્વક તે સાંભળે છે, અને આપણા દેશના ખેલાડીએ જીતે એવી પ્રાર્થના કરે છે. આવા હારજીતના પ્રશ્ન જુગારમાં, સટ્ટામાં, ચપાટ વગેરે રમવામાં રહે છે. આ બધામાં નિરર્થક જીવ દંડાય છે. - જુવાન જોધ દિકરો કે કોઈપણ સ્વજન મરી જાય તે તેની પાછળ રુદન કરવું, અશ્ર સારવાં, કુટવું, પીટવું, બીજાને રોવરાવવા વગેરેથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. બહુ રડવાથી કે શોક બહુ પાળવાથી કાંઈ મરનારની સગતિ થતી નથી, અને રડવાથી માણસ પાછું પણ આવતું નથી. રડવાને રીવાજ અમાનુષી નથી લાગતું? મુસલમાનમાં અને ખ્રીસ્તીઓમાં હિંદુ જેવા રડવાનો રિવાજે જયાં નથી. તમે તમારા વજન પાછળ રડો છે, આત્માને તે તમે ઓળખતા નથી, અને ઓળખતા હે તે આત્મા તે અમર છે. તે એક પેનીમાંથી બીજી યોનીમાં ગયે છે, અને શરીરને રડતા હે તે શરીર તે તમારી પાસે જ પડયું છે. તેને તે તમે જ બાળી નાખો છે. સડન, પડન, ભેગુ થવું, વિખરાવું એ પુદ્ગલને સ્વભાવ છે. માણસ રડે છે એના સ્વાર્થને, સંસારની માયા સ્વાર્થમય છે, પણ જીવ વિચાર કરતા નથી. દિકરા માટે માતાપિતાએ અનેક સ્વપ્ન સેવ્યાં હોય. મોટો થશે, અમારે વિસામે બનશે, સુખને અને અનુકુળતાને આપનાર બનશે. અમારે કમાવાની ચિંતા નહિ રહે. એ પુત્ર ભરયૌવન વયમાં ઉપડી ગયે, ત્યારે બોલે કે અમને નેધારા મૂક્યા, પણ ભાઈ! પરમાં સુખબુદ્ધિ કલ્પી એ જ તારી ભૂલ છે, જ્ઞાની પુરૂષને માટે સંસારને એક એક પ્રસંગ વૈરાગ્યનું કારણ બને છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy