SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪. ભૌતિક વૈભવે કાચના ટુકડા જેવા છે. અને ધર્મ એ રત્ન સમાન છે. પણ મુખે સમજી શકતું નથી, તેથી ધર્મ પ્રવૃત્તિમાં પ્રમાદ સેવે છે. ધર્મકાર્યમાં ધગશ નથી, તાલાવેલી નથી. ધર્મ કરવાને રસ પડતો નથી. રૂચી જાગતી નથી. ઉપાશ્રયમાં પૈસાને કારણે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી થઈ જાય પણ હૈયામાં ધર્મ પરિણમ્યું નથી. દીક્ષા કે જે ત્યાગ અને વૈરાગ્યમાં વૃદ્ધિ કરવાને પ્રસંગ હોય-એ વખતે પણ ઉછામણ કરી પૈસાને આગળ લાવે અને જેની દીક્ષામાં સારે ખરડો થાય તે દીક્ષા સુંદર રીતે ઉજવાણી એમ મનાવે, પણ ત્યાગને પ્રસંગ ત્યાગથી જ ઉજવ જોઈએ. આજે પૈસાની લાલચમાં લેકે ભીંત ભૂલ્યા છે. જ્યાંથી મળે ત્યાંથી પૈસે એકઠો કરે એ જ વાત છે. થાવચાપુત્ર ભગવાન નેમનાથની વાણી સાંભળે છે. અને તે વાણી તેમને રૂચી જાય છે. સંસારની અસારતા તેમને સમજાઈ જાય છે અને દીક્ષા લેવા તૈયાર થાય છે થાવચ્ચ કુમારના લગ્ન ૩૨ કન્યાઓ સાથે થયા છે. તે કન્યાઓ ૩૨ ક્રોડ સેનિયા દહેજમાં લાવી છે. મહાધનાઢય સાર્થવાહની કન્યાઓ છે. પણ જેનું હૈયું સંસારથી વિરક્ત બને છે તેને સુંદર રમણીયે હાડ ચામ માંસમય-ઘણાજનક લાગે છે. ભોગવિલાસ વિલાપ જેવા ભાસે છે. આભરણે ભારભૂત લાગે છે. નૃત્ય વિટંબણું રૂપ લાગે છે. અઢળક સમૃદ્ધિના સ્વામી થાવસ્યા પુત્ર પિતાની માતા પાસે દીક્ષાની આજ્ઞા માગે છે. માતા પુત્રને સંયમની કઠણાઈઓ–અનુકુળ, પ્રતિકુળ પરિસહ તથા ઉપસર્ગને સમજાવે છે. પણ જો કોઈને દાખે રહે નહીં. પુત્રને સમજાવવામાં માતા અસમર્થ નિવડે છે. એટલે દીક્ષાની આજ્ઞા આપે છે. અને કૃષ્ણ વાસુદેવ પાસે જાય છે અને કહે છે મારે એકને એક પ્રિય પુત્ર, ભગવાન નેમનાથ પાસે દીક્ષા લેવા તૈયાર થયેલ છે. હું દીક્ષાને ઉત્સવ ઉજવવાની ઈચ્છા રાખું છું તે માટે આપ મને છત્રચામર અને મુકુટ વગેરે આપે. આ સાંભળી કૃષ્ણ મહારાજ કહે છે માતાજી ! આપે અહીં આવવાની તકલીફ શા માટે લીધી? આપે મને બોલાવ્યા હોત તે હું પિતે જ આપની પાસે આવી જાત.” ત્રણ ખંડના સ્વામી છે છતાં કેટલા નિરભિમાની છે? તેઓ કહે છે-આપના પુત્રની દીક્ષા મારા તરફથી થશે. તે પછી કૃષ્ણ મહારાજ થાવચ્ચ પુત્ર પાસે આવે છે અને કહે છે હે દેવાનુપ્રિય! તું તારી માતાને એકને એક જીવાદોરી સમાન, આંખની કીકી સમાન પુત્ર છે. તારે આવી નાની ઉંમરમાં દીક્ષા શા માટે લેવી છે ? તું મારી છત્રછાયામાં રહે.” આ સાંભળી થાવસ્થા પુત્ર કહે છે, ત્રણ દુશ્મને મારી પાછળ પડયા છે તેનાથી આપ મારું રક્ષણ કરી શકે તેમ છે તે પછી મારે દીક્ષા લેવાની જરૂર નથી. શ્રીકૃષ્ણ કહે છે, જલ્દી જવાબ આપી કેણુ તારું નામ લેનાર છે, તારા સામે કોણ આંગળી ચીંધનાર છે? તને કોઈ તુંકાર કરે તે હું તેને આકરામાં આકરી સજા કરૂં. કાંટો વાગે તે વાડ કઢાવી નાખું. જલ્દી જવાબ દે કે તારા દુશ્મને કોણ છે? ___“जइणं तुम देवाणुपिय ! मम जीवियतकरणंमच्चु एज्ज-साणं निबारेसि ? तरंवा
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy