SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ છું. મૃત્યુએ મારાથી રીસામણા લીધાં છે. અસંયમી જીવન માટે અનેક મહત્વાકાંક્ષા ઘડે છે, યુક્તિ પ્રયુક્તિ રચે છે પણ વ્રતની મર્યાદામાં આવતો નથી. ધર્માદાની સંસ્થામાં પણ ભાડા ખાવાના ધંધા કરે છે. મોટા મોટા મકાનનાં કોન્ટ્રાક્ટર જેને હોય છે. ઘણા જૈને ચામડાને, મત્સ્યને તથા દારૂને વ્યાપાર કરે છે. ખરેખર, આવા ને પાપને ડર નથી. આવા માતપિતા, બાળકોમાં પણ શું ધર્મના સંસ્કાર રેડી શકે? સંસ્કાર એ સૌથી શ્રેષ્ઠ ધન છે. બાળકને નાનપણથી જેમ ફાવે તેમ વર્તન કરવા દે. અને જ્યારે મોટા થાય અને અવળા ધંધા કરે ત્યારે માથે હાથ મૂકીને રડવા બેસે. પણ નાનપણથી જ બાળકને ધર્મના સંસ્કાર આપે કે સવારમાં ઉઠી માતપિતાને પગે લાગવું જોઈએ. પ્રાર્થના-ઈષ્ટ દેવનું સ્મરણ કરવું જોઈએ અને તેને સમાગમ કરી તેમની વાણી સાંભળી જીવનમાં સદ્ગુને ખજાને ભર જોઈએ. ભૌતિક ખજાને ચાલ્યા જાય પણ આ સંસ્કાર ખજાને જીવનપર્યત સચવાઈ રહે છે. જીવ સમજે તે પોતે સંસ્કારી બને અને બાળકને સંસ્કારી બનાવે. પણ મેહને વશ પડેલો જીવ રાગને જ પિષણ આપે છે અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ ઉભો જ છે. રાગ એ રોગ છે અને મમતા એ મિત છે. સમતા એ સાચું સુખ છે. જેને વીતરાગ થવું છે તેને રાગદ્વેષ બંનેને છોડવા પડે છે. જેને રાગદ્વેષ નથી તે જ વીતરાગ છે અને એ જ સાચા સુખી છે. 'नवि सुही देवता देवलोए, नवी सुही पुढवीपतिराया, नवि सुही सेठ सेणावइण, एगन्त सुही मुणि वियरागी.' દેવકમાં દેવ પાસે અઢળક સંપત્તિ છે. છતાં તે સુખી નથી. છ ખંડને સ્વામી પૃથ્વી પતિ-ચક્રવતી પણ સુખી નથી. શેઠ, સેનાપતિ પણ સુખી નથી. એક વીતરાગી મુનિ જ સુખી છે. જ્યાં આકુળતા વ્યાકુળતા છે ત્યાં દુઃખ છે. એટલે જ્ઞાની પુરૂએ “અનાકુળતા” એ સુખનું લક્ષણ બાંધ્યું છે. શ્રીમંતેના જીવન તપાસ. તેમને શાંતિ છે ખરી? બજારમાં રૂને રાજા, તેલને રાજા કહેવાતું હોય પણ તે ચિંતાથી ઘેરાયેલો હોય છે. મીલમજુર અને સવીસ કરનારને રવિવારે રજા મળે છે પણ તેને તે રવિવારે શાંતિ નથી. રાત પડે તો પણ ટેલીફેન પાસે ને પાસે રાખી સુવે કારણ કે અહીં શત પડે અને પરદેશમાં દિવસ ઉગે. એટલે ત્યાંના સમાચાર રાત્રે જ મેળવી શકાય. કેટલું જીવવું છે? જીવન બહુ થોડું છે. પણ મોહઘેલે માનવી જીવનની અમૂલ્ય ઘડીને ઓળખી શકતે નથી. જૈન ધર્મ જે દયામય ધર્મ મળે છે, વીતરાગ જેવા સર્વોત્તમ દેવ મળ્યા છે અને નિગ્રંથ જેવા ગુરૂ મળ્યા છે તેનું આરાધન કર તે બેડે પાર થઈ જશે. આવા સુંદર ભેગમાં મુકાણે, હવે આટલી દોડધામ શા માટે? “ઉઠ તું, જાગ તું, કર્મ આદર સદા, આત્મ નિજ કેન્દ્રને પ્રાપ્ત કરવા, સત્ય વદ ધર્મ ચર, શાસ્ત્ર અભ્યાસ કર, શોક સંતાપના સિંધુ તરવા,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy