SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ આ રે જંગલના ભજન પ્યારા, રંગ અનેખા ને સ્વાદ નિરાળા, ખાવાનું તે એકે ટાણું ન ચૂક્યા, તેયે રહ્યા અમે ભૂખ્યા ને ભૂખ્યા, જાગે છે વારે વારે ભાંગે આ ભૂખ અમારી, અમને દેખાડે નગરી તુમારી (૨) મુક્તિપુરીના સ્વામી સાંભળે અરજ અમારી, અમને દેખાડો નગરી તુમારી.” આ સંસારરૂપી જંગલ ઓળંગવાનું છે. તેમાં ઠેર ઠેર આંખને ગમી જાય તેવા ખાદ્યપદાર્થો ગોઠવેલા છે. તે તેલ મસાલાથી ભરપૂર છે. તેને રંગ અનોખે છે, સ્વાદ નિરાળે છે. આવા પદાર્થો જે તેને ખાવા જીવ લલચાય છે. જીવનમાં આવું કેટલું ખાધું “ઘણું” તોય પેટ ઠાલું ને ઠાલું. ભરાતું જ નથી. ક્ષુધાથી વ્યાકુળ બનેલે જીવ વીતરાગી નાથને કહે છે. હે પ્રભુ! મારી ભુવાને શમા. જ્ઞાની પુરૂષ એને ઉત્તમ વાનગી આપે છે. पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रिया सुरलतापालम् । साम्यताम्बूलभाषाय तृप्ति याति परातृप्ति ।। કયારેય અતૃપ્તિની અગ્નિ પ્રજવલિત ન થાય તે સુંદર માર્ગ બતાવે છે. ભેગના પદાર્થો મેળવવા જીવને કેટલાયની ચાટુગીરી અને ગુલામી કરવી પડે છે, તે પેય પદાર્થોને છોડી જ્ઞાનામૃતનું પાન કરે. શ્રાવક અને સાધુ જીવનની ક્રિયાઓ મેક્ષરૂપ કલ્પવૃક્ષના મધુર ફળ છે. એ ઉત્તમ ફળને આગવા પાપક્રિયાના એંઠવાડને ફેંકી દે, અને ધર્મક્રિયા કરે, તે અપૂર્વ સ્વાદ આવશે અને ક્રોધાદિ કષાયોને દૂર કરી સમભાવને મુખવાસ લે. તેથી તમારી ક્ષુધા શાંત થશે. તૃપ્તિને અપૂર્વ આહૂલાદ અનુભવશે. આ ત્રણનું સેવન કરવાથી ભવની ભૂખ મટી જશે. ભેગ ત્યજવા એગ્ય છે. તેવું અપૂર્વ જ્ઞાન નેમનાથ ભગવાન નિષધકુમારને આપે છે. જ્ઞાનનું ફળ વિરતી છે. સ્વપરની ઓળખાણ થવી એ સત્સંગનું ફળ છે. સત્સંગથી અપૂર્વભાવે જાગે છે. જ્ઞાની પુરુષે પોતાના જીવનમાં ઉતારી પછી બધ આપે છે. જેણે પિતાના જીવનમાં આદર્શને સિદ્ધ કર્યો હોય એને ઉપદેશ હાડોહાડ ઉતરી જાય છે. ભગવાનની વાણી સાંભળતાં કેટલાંક છે ત્યાં ને ત્યાં જ સર્વ વિરતી બની જાય છે, અને કેટલાંક દેશવિરતી બને છે. કાગળ બાળતાં તેને પ્રકાશ લાંબે વખત રહે નથી, તેમ કેટલાંક ને વાણી સાંભળતા એમ થઈ જાય કે બધું છોડી દઈએ. પણ બહાર નીકળે ત્યાં એવા ને એવા થઈ જાય છે. કાગળના પ્રકાશની જેમ ક્ષણિક ભાવને ઝબકારો થાય અને ઓલવાઈ જાય છે. એક પ્રકાશ રત્નને છે. પણ એ પ્રકાશ કાયમ ટકી રહે છે. એમ કેટલાંક છ વાણી ધીમે ધીમે સાંભળે, સાંભળ્યા પછી શ્રદ્ધાથી જીવનમાં ઉતારે અને પછી દીક્ષાના ભાવ જાગે છે અને દીક્ષા લઈ સાધનાના માર્ગમાં ઝંપલાવે છે. પછી અનેક સંકટોને સામને કરી સાધક જીવનમાં આગળ ને આગળ ધપે છે. ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત ન થયું ત્યાં સુધી શરીરને વેસરાવી, શરીર પરથી મોહ-મમત્વ ઉતારી અનાર્યોના પણ ઉપસર્ગો સહ્યા.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy