SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭ રાખવા માટે સવારમાં જ પ્રતિક્રમણ કરવાનું છે. પરિગ્રહ પરની મૂછો ઓછી થાય તે જીવ ધર્મમાં આગળ વધી શકે. પેલા શેઠ સાત એારડા ભરીને સુખડી તૈયાર કરાવે છે. આખા ગામને જમવાનું આમંત્રણ આપી દીધું છે. ગામ બહાર એક સંન્યાસી બિરાજે છે. તેને તેડવા માટે શેઠ જાય છે. ત્યાં જઈ સંતના પગમાં પડી શેઠ વિનંતી કરે છે. મહાત્મન ! આજે મારા તરફથી આખા ગામને જમાડવાનું છે. આપ પણ પધારે. સંત કહે છે. “ભાઈ! સાધુ પુરુષ એવા જમણવારમાં આવે નહીં. વળી તારી સુખડી તે લેહીની છે. એમ કેમ કહે છે? કેટલા ઉત્સાહથી મેં બધાને જમાડવાનું નકકી કર્યું છે? શેઠે કહ્યું, આ વાતને સાબિત કરવા સંતે એક સુથારને બોલાવ્યું. અને તેને ત્યાંથી રોટલે મંગાવ્યું અને આ શેઠને ત્યાંથી સુખડી મંગાવી. સંતે રોટલાને હાથમાં લઈ નીચે તે તેમાંથી દૂધ નીકળ્યું અને સુખડીને નીચેની તે તેમાંથી લેહી નીકળ્યું. સંતે કહ્યું કે જે ભાઈ ! આ સુથાર આ દિવસ કાળી મજુરી કરી મહેનતાણું લે છે. અનીતિ જરાય કરતો નથી, તેથી તેનું નાણું સાચું છે. અને તું લાખ રૂા. કમાણે પણ તેમાં કેટલાની હાય ભરી છે તે વિચારી લેજે. હું તે તારે ત્યાં નહીં આવું પણ આ સામે બેઠી તે બાઈને લઈ જા. શેઠ લાચાર બની બાઈ પાસે ગયે. અને બાઈને કહ્યું, તમે મારે ત્યાં જમવા ચાલે. બાઈએ આમંત્રણ સિવકાર્યું. ત્યાં બાજુમાં બેઠેલા ચાર છોકરા કહે “અમને લઈ જાવ ને ? પણ બાઈ એ છોકરાને કહ્યું, હું જમીને આવું પછી તમારે વારે, બાઈ તથા શેઠ ગામમાં ગયાં. બાઈને જમવા બેસાડી. સુખડી પીરસી પણ છેડીવારમાં ખતમ. બીજી આપી એમ કરતાં આ સુખડીને ઓરડો ખલાસ થઈ ગયે, છતાં બાઈ ધરણી નહીં. બીજે ત્રીજો એમ કરતાં સાતે ઓરડા ખતમ થઈ ગયાં. બજારમાંથી મીઠાઈ લાવવા માંડી પણ બાઈ કેમે વૃદ્ધિ પામતી નથી. હવે શેઠ” થાકયા, ત્યાં બાઈ બેલી “લાવ શેઠીયા ! ખાવાનું નહિ મળે તે તને ખાઉં, એટલે ઘરમાં ભરેલું કાચું અનાજ આપવા માંડ્યું. પણ બાઈ તે ખાતી જાય તેમ ભૂખ વધતી જાય. અંતે શેઠ દોડયા પેલા મહાત્મા પાસે આગળ શેઠ અને પાછળ પેલી બાઈ ! સંતની પાસે આવી પગે પડી છે, મહાત્મન ! મને ઉગાર, આ બાઈ મારી પાછળ પડી છે. ગમે તેટલું આપું છતાં તેને સંતોષ થતું નથી. સંતે અંજલી ભરી પાણ બાઈ પર નાંખ્યું અને તૃપ્તિને ઓડકાર આવી ગયે. તમારે શાંતિ જોઈતી હોય તે સંતેષી બને. “રંગ તો હી પ્રારું જ તૌવં”. સંતેષમાં જ પ્રબળ સુખ છે. આ બાઈ માનવની તૃષ્ણાનું એક રૂપ હતું. સંતેષ રૂપી અંજલી જીવનમાં છાંટવામાં આવે તે અવશ્ય ઉદ્ધાર થાય. જેની પાસે પૈસા નથી તેની દયા ખાવા કરતાં જેની પાસે તૃપ્તિ નથી તેની દયા ખાવા જેવી છે. આજના યુગમાં સૌથી અનિવાર્ય જરૂર
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy