SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ટાંકણે કોઈ પણ કામ આવે નહિ, સ્નેહી સંબધિઓ હજાર, બાનું કાઢી ખસી જાય સૌ વેગળા, અનુભવ નેધને એ ઉતારે.” જ્યાં પૈસે નથી ત્યાંથી સી બાનું કાઢી દૂર ભાગી જાય છે. આ શેઠની પાસે આજે ઘણે પૈસે છે. એટલે અનેક માણસે તેમની પાસે કાકલુદી કરવા આવે છે. શેઠ સાહેબ, શેઠ સાહેબ, કહી પગમાં પડે છે. શેઠને ખૂબ માન મળે છે. એટલે તેઓ ખૂબ ફુલાય છે. આજે ઘણા સાધુ સંતે પણ માનના અભિલાષી બની ગયા છે. પણ માન પતનના ખાડામાં લઈ જનાર છે. તે ભૂલી ન જાવું જોઈએ. ધાર્મિક ક્ષેત્રોમાં અને સામાજિક ક્ષેત્રમાં દરેક ક્રિયા અભિમાન રહિત થાય તે સારૂં. નામની કામનાથી દૂર થાઓ. નામ તે મોટા ચક્રવતી કે તીર્થકરોના પણ રહ્યા નથી, એક નાનકડો બાબો દુનિયાને નકશે લઈને કાંઈક શોધી રહ્યો હતે. તેના બાપુજી. પેઢી પરથી ઘરે આવે છે. અને પિતાના પુત્રને પિતાની સાથે જમવા માટે લાવે છે. પુત્ર કહે છે “બાપુજી, હરણુ હું કામમાં છું તેથી નહિ આવી શકુ” પિતાને આશ્ચર્ય થાય છે તેથી પુત્ર પાસે જઈ પૂછે છે કે તું શા કામમાં છે તે તે જણાવ? પુત્ર જવાબ આપે છે, હું કયારને આ નકશામાં આપણી પાંચ મીલ શોધી રહ્યો છું, પણ મળતી નથી. આ સાંભળી પિતાની પણ આંખ ઉઘડી જાય છે. તેને એમ થાય છે. આ આખી દુનિયાના નકશામાં હિન્દુસ્તાન કેટલું નાનું છે. અને તેમાં બે માત્ર એક ટપકું છે. આમાં હું મારી જાતને મીલેને માલીક માનું છું પણ ખરેખર સમષ્ટિ પાસે વ્યક્તિ બહુ અલ્પ છે. એક નાનકડા ગ્રામમાં જેની પાસે દસ હજાર રૂપિયા હશે તે શ્રીમંત કહેવાશે, પણ જેની પાસે ૧૦ લાખ છે તેની પાસે તેના દસ હજારની શી કિંમત છે? વળી કોડપતી પાસે લાખ પતિ અને અબજો પતિ પાસે કરોડપતિ વામન લાગે છે. જ્ઞાની પુરૂષે કહે છે. “લયમી અને અધિકાર વધતા. શું વધ્યું છે તે કહો, શું કુટુમ્બ કે પરિવારથી વધવાપણું એ નવ ગ્રહ, વધવા પણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહિ અહહે ! એક પળ તમને હવે. આ સંસારની વૃદ્ધિ કરી, ધનમાલ મિલ્કતની વૃદ્ધિ કરી, સંતતિની વૃદ્ધિ કરી, શરીરની વૃદ્ધિ કરી, પણ આ બધાની વૃદ્ધિમાં તને શો લાભ થયો? તારા ગુણમાં કેટલે વધારો થયે? શરીરાદિ તે બારદાન છે. આ બધામાં કિંમતી આત્મા છે. આત્માને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. જવને આવા આનંદઘન આત્માને યાદ કરવાની ઘડીની પણ ફુરસદ નથી. પણ આ શરીરાદિ તારા નથી, મકાનથી મકાન માલિક જુદો છે. તેમ શરીરથી આત્મા જુદો છે. ૫૯
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy